Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

કિશોરી સાથે બળાત્કાર મામલે ૨૬ની ધરપકડ

મુંબઇ,તા.૨૪ : મહારાષ્ટ્રમાં થાણે પોલીસે ૧૫ વર્ષની કિશોરી સાથે ૯ મહિનામાં ૨૯ યુવકો દ્વારા રેપના આરોપો બાદ ૨૬ યુવકોની ધરપકડ કરી છે. પોલીસ મુજબ સગીરા સાથે તેના પ્રેમીએ જાન્યુઆરીમાં એક અશ્લીલ વિડીયો બનાવેલ. આ વિડીયો દ્વારા સગીરાને બ્લેક મેલ કરી આરોપીઓ દુષ્કર્મ કરતા રહેલ. પોલીસે જણાવેલ કે આરોપીઓએ એક વ્હોટસએપ ગ્રુપ બનાવેલ  આ ગ્રુપ દ્વારા તમામ આરોપીઓ એક-બીજા સાથે જોડાયેલ હતા.

(1:36 pm IST)