Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

અમેરિકાના ટોચના ૫ સીઇઓ નરેન્દ્રભાઇના વિઝન ઉપર આફરીન

યુએસની ટોચની કંપનીઓમાંથી ૨ સીઇઓ ભારતીય મુળના છે : ભારત પીએમ મોદીના નેતૃત્વમાં સંભાવનાઓની ખાણ બની ગયું છે

વોશીંગ્ટન,તા. ૨૪ : અમેરિકાના પ્રવાસે પહોંચેલ નરેન્દ્રભાઇએ અમેરિકાના ટોપ-૫ કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરી હતી. લગભગ એક કલાક ચાલેલી બેઠકમાં યુએસના ઉદ્યોગપતિઓ નરેન્દ્રભાઇના મુરીદ બની ગયેલ. તેઓ વારંવાર પીએમ મોદીના વિઝન અને ભારતના વખાણ કરી રહ્યા હતા. મીટીંગ બાદ તેમણે જણાવેલ કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સંભાવનાઓની ખાણ બની ગયું છે.

નરેન્દ્રભાઇએ યુએસના જે ટોચના પાંચ સીઇઓ સાથે બેઠક કરેલ તેમાંથી બે ભારતીય મુળના છે. જેમાં એડોબના સીઇઓ શાંતનું નારાયણ અને જનરલ એટોમિકસના વિવેક લાલ ભારતીય અમેરિકી છે. ઉપરાંત એડોબના શાંતનું સાથે ચર્ચા નરેન્દ્રભાઇએ યુવાઓને સ્માર્ટ શિક્ષણ આપવા અને ભારતમાં અનુસંધાનને વધારવા માટે પ્રોદ્યૌગિકીનો લાભ ઉઠાવવા કેન્દ્ર સ્થાને રહેલ.અમેરિકાના ટોચના પાંચેય સીઇઓએ મોદી સાથે મુલાકાત બાદ દીલ ખોલીને ભારતના વખાણ કરેલ. બ્લેક સ્ટોન કંપનીના સીઇઓ અનુકુળ છે. હંમેશા પીએમ મોદીના વિઝનને જાણવાની ઇચ્છા થાય છે અને આ મુલાકાત એકદમ શાનદાર રહેલ.

જ્યારે જનરલ એટોમિકસના ભારતીય મુળના સીઇઓ વીવેકલાલે જણાવેલ કે આ બેઠક એકદમ સરસ હતી. અમે પ્રોદ્યૌગિકી, ભારતમાં નીતીગત સુધારો અને રોકાણના દ્રષ્ટીકોણથી અપાર સંભાવનાઓની ચર્ચા કરેલ. શાંતનું નારાયણે જણાવેલ કે મુલાકાતમાં ભારતમાં કઇ રીતે વિસ્તાર કરી શકાય તે અંગે પીએમ મોદીના દ્રષ્ટીકોણ જાણીને અત્યંત આનંદ થયેલ.

(2:45 pm IST)