Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

દિલ્હીની કોર્ટમાં ફાયરિંગ : ગેંગસ્ટર ગોગી સહિત ૪ના મોત

રોહિણી કોર્ટની ઘટના : વકિલના ડ્રેસમાં આવેલા બદમાશોએ ગોગી ગેંગના લીડરનું કર્યું મર્ડર : પોલીસની વળતી કાર્યવાહીમાં ૨ ઠાર

નવી દિલ્હી તા. ૨૪ : દેશની રાજધાની દિલ્હીની રોહિણી કોર્ટમાં ગેંગવોર થયો છે. શુક્રવાર બપોરના અહીં મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર જિતેન્દ્ર ઉર્ફ ગોગીને મોરી હત્યા કરી દેવામાં આવી છે. જે બાદ કોર્ટ પરિસરમાં શૂટઆઉટ થયું અને હુમલાખોરોને પણ ઠાર મારવામાં આવ્યા છે.

આ શૂટઆઉટમાં અત્યાર સુધીમાં ૩ લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. તેમાંથી એક જિતેન્દ્ર છે, જયારે બે હુમલાખોર છે. જો કે, જિતેન્દ્ર પર જ હુમલો કરવા માટે આવ્યા હતા.

દિલ્હી પોલીસના જણાવયા અનુસાર, બે હુમલાખોર વકીલ બનીને કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. જેમણે ગેંગસ્ટર જિતેન્દ્રને ગોળી મારી હતી. સ્પેશિયલ સેલની ટીમે જિતેન્દ્રને કોર્ટ રૂમમાં લઈ ગઈ હતી, જયાં આ ઘટના બની હતી.

માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હીના ટિલ્લૂ ગેંગે જિતેન્દ્રની હત્યા કરી છે. જે બે હુમલાખોર ઠાર માર્યા છે, તેમાં એક રાહુલ છે જેના પર ૫૦ હજારનું ઇનામ છે. જયારે અન્ય એક બદમાશ છે.

જિતેન્દ્રને બે વર્ષ પહેલા સ્પેશિયલ સેલના ગુરૂગ્રામથી ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર જીતેન્દ્ર ગોગીએ ગુના દ્વારા ઘણી સંપત્ત્િ। કમાવી હતી. જીતેન્દ્ર ગોગીના નેટવર્કમાં ૫૦ થી વધુ લોકો છે.

ઉલ્લેખનીય છે કે, જિતેન્દ્ર ગોગીના વર્ષ ૨૦૨૦ માં ગુરૂગ્રામથી ધરપકડ કરી હતી. ગોગીની સાથે કુલદીપ ફજ્જાની પણ ધરપકડ કરવામાં આવી હતી. કુલદીપ ફજ્જા બાદમાં ૨૫ માર્ચના કસ્ટડીથી ફરાર થઈ ગયો હતો. ફજ્જા જીટીબી હોસ્પિટલથી ફરાર થયો હતો. ત્યારબાદ તેનું એન્કાઉન્ટ કરવામાં આવ્યું હતું.

(3:28 pm IST)