Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

અસદુદ્દીન ઓવૈસીના બંગલામાં તોડફોડ મામલે હિન્દૂ સેનાના 5 સભ્યોની ધરપકડ : 4 આરોપીઓ 14 દિવસ અને 1 આરોપી 1 દિવસની રિમાન્ડ ઉપર

6 ઓક્ટોબર, 2021 ના રોજ દિલ્હી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે

ન્યુદિલ્હી : અસદુદ્દીન ઓવૈસીના બંગલામાં તોડફોડ મામલે હિન્દૂ સેનાના 5 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. જે પૈકી 4 આરોપીઓ 14 દિવસ અને 1 આરોપી 1 દિવસની રિમાન્ડ ઉપર લેવાનો દિલ્હી કોર્ટે હુકમ કર્યો છે.

નવી દિલ્હીના અશોકા રોડ પર ઓવૈસીના ઘરની નેમપ્લેટ અને ગેટ પર કથિત રીતે તોડફોડ કરવામાં આવી હતી, ત્યારબાદ દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી હતી.

દિલ્હીની અદાલતે આ અઠવાડિયે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ-મુસ્લિમીન (AIMIM) ના વડા અસદુદ્દીન ઓવૈસીના ઘરમાં તોડફોડ કરવાના આરોપમાં ચાર વ્યક્તિઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. અન્ય આરોપીને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અમરદીપ કૌરે 22 સપ્ટેમ્બરે આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ વ્યક્તિઓના રિમાન્ડ મંજુર કર્યા હતા. .
હાલના કેસના સંજોગોમાં, મને લાગે છે કે લલિત માટે એક દિવસની પોલીસ કસ્ટડી પૂરતી છે તેવું કોર્ટે લલિતના સંબંધમાં કહ્યું  હતું.

અન્ય લોકો માટે, એવું કહેવામાં આવ્યું હતું કે, આરોપી સચિન, શિવમ, વિજય અને વિજયને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવે છે. છે . 6 ઓક્ટોબર, 2021 ના રોજ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે."

કોર્ટે નોંધ્યું હતું કે સાર્વજનિક સંપત્તિને થોડું નુકસાન પણ જાહેર સંપત્તિને નુકસાન અટકાવવાના કાયદા, 1984 ની કલમ 3 હેઠળ ગુનો છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:52 pm IST)