Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી : 400 લોકોની મર્યાદિત સંખ્યા સાથે અનુમતિ

ક્લબ અને પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી નહી: હવે મહાનગરોમાં રાત્રિના 12થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.

ગાંધીનગર:  રાજ્ય સરકારે નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપી છે. શેરી ગરબાને મર્યાદિત સંખ્યા સાથે અનુમતિ અપાઈ છે. 400 લોકોની મર્યાદિત સંખ્યા સાથે અનુમતિ  અપાઈ છે  ગૃહ વિભાગ થોડીવારમાં સત્તાવાર જાહેરાત કરશે

હવે મહાનગરોમાં રાત્રિના 12થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. ગૃહ વિભાગ થોડીવારમાં સત્તાવાર જાહેરાત કરશે. ક્લબ અને પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી નહી. ગયા વર્ષે રાજ્ય સરકારે માત્ર આરતી પૂરતી જ મંજૂરી આપી હતી.

આવતી કાલે સવારે 6 વાગ્યે કફર્યું અંગેના નોટિફિકેશનની મુદત પૂર્ણ થઈ રહી છે. હાલના તબકકે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રી કરફ્યુ અમલી છે. ઘટી રહેલા કેસો વચ્ચે રાજ્યમાં કફર્યુંના કલાકોમાં છૂટછાટ અપાઈ તેવી શક્યતા છે. કર્ફ્યુ ઉપરાંત રાજ્ય સરકાર નવરાત્રી સંદર્ભની ગાઈડ લાઈન પણ જાહેર કરી શકે છે. નવરાત્રીના સમય દરમિયાન રાત્રી કર્ફ્યુની સમય મુદતમાં છૂટછાટ અપાઈ શકે છે. 

(7:07 pm IST)