Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના દાદા સાથે જોડાયેલ લખાણ ભેટ કર્યા

પીએમ નરેન્દ્ર મોદીએ અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ સાથે મુલાકાત કરી : પીએમ નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયા અને જાપાનના પીએમ સાથે મુલાકાત દરમિયાન તેમને પણ ભારત તરફથી ભેટ આપી

નવી દિલ્હી, તા.૨૪ : અમેરિકાની યાત્રાએ ગયેલા પીએમ મોદી અ્ને અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ વચ્ચે ભારતીય સમય પ્રમાણે ગુરૃવારની મોડી રાતે મુલાકાત થઈ હતી.

કમલા હેરિસને પીએમ મોદીએ વિશેષ પ્રકારની ગિફટ આપીને મુલાકાતને યાદગાર બનાવી હતી. સાથે સાથે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયા અને જાપાનના પીએમ સાથે મુલાકાત દરમિયાન તેમને પણ ભારત તરફથી ભેટ આપી હતી. કમલા હેરિસને પીએમ મોદીએ તેમના દાદા પીવી ગોપાલન સાથે જોડાયેલા કેટલાક નોટિફિકેશન ભેટ આપ્યા હતા.

પી.વી.ગોપાલન સિનિયર ઓફિસર હતા અને તેમણે દેશમાં અલગ અલગ હોદ્દાઓ પર ફરજ બજાવી હતી. તેમની સહીવાળા નોટિફિકેશન પીએમ મોદીએ કમલા હેરિસને ભેટ આ્પયા હતા અને સાથે સાથે ચેસનો એક સેટ પણ ગિફ્ટ કર્યો હતો. ચેસ સેટ પર ગુલાબી મીનાકારી છે જે વારાસણી સાથે સંકળાયેલી છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસનને પીએમ મોદીએ મીનાકારીથી બનાવાયેલી એક જહાજની પ્રતિકૃતિ ગિફ્ટ આપી છે. જ્યારે જાપાન પીએમને પીએમ મોદીએ ચંદનના લાકડામાંથી બનાવાયેલી બુધ્ધની એક મૂર્તિ ગિફ્ટ કરી છે.

(7:52 pm IST)