Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

પીએમ નરેન્દ્ર મોદીની સાથે ખેડૂતોના પ્રશ્નો અંગે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન ચર્ચા કરે

ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે ટ્વિટ કરી : અગિયાર મહિનામાં આ દેખાવો દરમિયાન ૭૦૦ ખેડૂતોના જીવ ગયા છે અને આ કાળા કાયદા પાછા ખેંચાય તે જરૃરી

નવી દિલ્હી, તા.૨૪ : પીએમ નરેન્દ્ર મોદી આજે રાત્રે વોશિંગ્ટનમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત કરવાના છે. દરમિયાન ખેડૂત આગેવાન અને ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે સોશિયલ મીડિયા પર બાઈડનને અપીલ કરી છે કે, પીએમ મોદી સાથે ખેડૂતોના પ્રશ્નો અંગે પણ તમે ચર્ચા કરજો.

રાકેશ ટિકૈતે ટ્વિટર પર લખ્યુ હતુ કે, ભારતીય ખેડૂતો પીએમ મોદીની સરકારના નવા કૃષિ કાયદાઓ સામે દેખાવો કરી રહ્યા છે. અગિયાર મહિનામાં દેખાવો દરમિયાન ૭૦૦ ખેડૂતોના જીવ ગયા છે અને કાળા કાયદા પાછા ખેંચાય તે જરૃરી છે. પીએમ મોદી સાથે મિટિંગ કરો તો અમારા મુદ્દા પર પણ ધ્યાન આપજો.

ઉલ્લેખનીય છે કે, ભારતીય સમય પ્રમાણે આજે રાત્રે સાડા આઠ વાગ્યે પીએમ નરેન્દ્ર મોદી વ્હાઈટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને  મળવાના છે. બંને નેતાઓ વચ્ચે થનારી પહેલી બેઠક હશે.

(7:56 pm IST)