Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

મુંબઈ એરપોર્ટથી ૧૮ કરોડના ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ

એર ઈન્ટેસિજન્સ યુનિટ તરફથી મોટી કાર્યવાહી : ઈન્ટેલિજન્સ યુનિટ મહિલાની પૂછપરછ કરી, ૪૦ વર્ષની વયની મહિલા જાંબીયાથી મુંબઈની યાત્રા કરી રહી હતી

મુંબઈ, તા.૨૪ : મુંબઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એર ઈન્ટેસિજન્સ યુનિટ તરફથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીમાં ૧૮ કરોડ રૃપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. એજન્સીએ ડ્રગ્સની સાથે એક મહિલા યાત્રીની ધરપકડ કરી છે. ધરપકડ બાદ ઈન્ટેલિજન્સ યુનિટ મહિલાની પૂછપરછ કરી રહી છે.

ખાનગી સૂત્રોને ઈન્ટેલિજન્સ યુનિટની જાણકારી મળી હતી કે એક મહિલા યાત્રી જાંબિયાથી મુંબઈ યાત્રા કરી રહી છે. મહિલા પોતાની સાથે ડ્રગ્સની મોટી ખેપ લઈને યાત્રા કરી રહી છે જે તસ્કરીનો કેસ છે. ખાનગી માહિતી મળતા ઈન્ટેલિજન્સ યુનિટ એલર્ટ થઈ ગયુ. જાણકારી અનુસાર ઈન્ટેલિજન્સ યુનિટની ટીમે એરપોર્ટ પર પોતાની નજર વધારી દીધી છે. દરમિયાન ઈન્ટેલિજન્સ યુનિટે એક મહિલા પર શંકા ગઈ. જે બાદ તેમની પૂછપરછ કરવામાં આવી.

પૂછપરછ દરમિયાન તેમના બેગની તપાસ કરવામાં આવી જ્યાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. મહિલાની ઉંમર લગભગ ૪૦ વર્ષ છે. ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ જણાવ્યું કે મહિલાની બેગમાંથી ડ્રગ્સ મળી આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે મહિલાની ટ્રોલી બેગમાંથી આશરે .૫૮૪ કિલો હેરોઈન મળી આવ્યુ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ પકડાયેલી ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ ૧૮ કરોડ રૃપિયા છે.

(7:59 pm IST)