Gujarati News

Gujarati News

News of Saturday, 23rd September 2023

અયોધ્યામાં વેક્સ મ્યુઝિયમ બનાવાશે : રામલલાના દર્શનની સાથે રામાયણના પાત્રોનું જીવંત નિરૂપણ થશે

વેક્સ મ્યુઝિયમનું નિર્માણ કાર્ય કેરળના કલાકાર સુનીલ કંડેલુ કરશે. 6 મહિના બાદ બાંધકામ શરૂ કરવામાં આવશે.

નવી દિલ્હી :  અયોધ્યામાં વેક્સ મ્યુઝિયમ બનાવવામાં આવશે. અયોધ્યામાં રામાયણના પાત્રોનું વેક્સ મ્યુઝિયમ બનાવવા માટે અઢી એકર જમીન લીઝ પર લેવામાં આવી છે. તેના નિર્માણ કાર્યનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. હવે જે પણ રામ ભક્ત અયોધ્યા આવશે તે રામલલાના દર્શનની સાથે વેક્સ મ્યુઝિયમમાં રામાયણના પાત્રોનું જીવંત નિરૂપણ પણ જોઈ શકશે.

     વેક્સ મ્યુઝિયમનું નિર્માણ કાર્ય કેરળના કલાકાર સુનીલ કંડેલુ કરશે. 6 મહિના બાદ બાંધકામ શરૂ કરવામાં આવશે. શનિવારે મહાનગરપાલિકાના મેયર મહંત ગિરીશ ત્રિપાઠીની અધ્યક્ષતામાં ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ લલ્લુ સિંહ અને કમિશનર ગૌરવ દયાલ, ડીએમ નીતિશ કુમાર અને મ્યુનિસિપલ કમિશનર વિશાલ સિંહે મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે અયોધ્યા ધામના પરિક્રમા માર્ગ પર સ્થિત STPની બાજુમાં રામાયણ વેક્સ મ્યુઝિયમ ખોલવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કલાકાર સુનીલ કંડેલુએ જણાવ્યું કે, પ્રતિમાઓ મીણની આકૃતિઓમાંથી બનાવવામાં આવે છે. અમારું પહેલું મ્યુઝિયમ ત્રિવેન્દ્રમમાં, બીજું મહારાષ્ટ્રના લોનાવલામાં અને ત્રીજું વેક્સ મ્યુઝિયમ ગોવામાં અને ચોથું અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે.

   
(12:14 am IST)