Gujarati News

Gujarati News

News of Saturday, 23rd September 2023

OBC મહિલા આરક્ષણ વિના તેને લાગુ નહીં થવા દઈએ:ભાજપના નેતા ઉમા ભારતીનું મોટું નિવેદન

તેણીએ કહ્યું કે હું ન તો મારી પાર્ટીને ન તો મારી સરકારને નબળી પાડવા માંગુ છું. પરંતુ હું 60 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરું છું અને ખાતરી કરીશ કે 60 ટકા વસ્તીને તેમનું સ્થાન અપાવીને જ રહીશ

નવી દિલ્હી :  ભાજપના સાંસદ ઉમા ભારતી મહિલા આરક્ષણ બિલને લઈને સતત અવાજ ઉઠાવી રહી છે. આ દરમિયાન તેમણે એક મોટું નિવેદન આપ્યું છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે ઓબીસી મહિલાઓને મહિલા અનામતમાં અનામત આપવાની માંગ કરી હતી. ઉમા ભારતીએ કહ્યું છે કે ઓબીસી મહિલા અનામત વિના તેનો અમલ નહીં થાય. તેણીએ કહ્યું કે હું ન તો મારી પાર્ટીને ન તો મારી સરકારને નબળી પાડવા માંગુ છું. પરંતુ હું 60 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરું છું અને ખાતરી કરીશ કે 60 ટકા વસ્તીને તેમનું સ્થાન અપાવીને રહીશ

  ઉમા ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે અમે જે 33 ટકા આરક્ષણ પસાર કર્યું છે તેને સ્વીકારીએ છીએ, પરંતુ અમે તેને ત્યારે જ લાગુ કરવાની મંજૂરી આપીશું જ્યારે OBC અનામતમાં સુધારો લાગુ કરવામાં આવશે. વાસ્તવમાં, જ્યારથી આ બિલ સંસદમાં પસાર થયું છે, ત્યારથી ઉમા ભારતી એક જ વાત કહી રહી છે કે આ બિલમાં SC, STની સાથે OBC મહિલાઓને પણ સામેલ કરવામાં આવે.

(12:44 am IST)