Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

વૈષ્ણોદેવીની યાત્રા માટે નવી ગાઈડલાઈન જાહેર : નવા નિયમોનું પાલન કરવું પડશે

યાત્રાળુંઓને RTPCR અથવા એંટીજન રિપોર્ટ ફરજિયાત : રિપોર્ટ 72 કલાક કરતા વધારે જૂનો ન હોવો જોઈએ :મંદિર પરિષરને યોગ્ય સમયઅંતરે સેનેટાઈઝ કરાશે

શ્રીનગર :   કાશ્મીરમાં કોરોનાને કાબૂ કરવા માટે સરકાર દ્વારા યાત્રાળુંઓ માટે અમુક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમા વૈષ્ણોદેવી મંદિરે દર્શન કરતા યાત્રાળુઓ માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈન પ્રમાણે દર્શનાથીઓ દર્શન કરવા જાય તે પહેલા તેમણે આરટીપીસીઆર ટેસ્ટ અથવા તો એંટીજન ટેસ્ટ કરાવવો જરૂરી છે.

યાત્રાળુઓ જે ટેસ્ટ રિપોર્ટ કરાવે તે રિપોર્ટ 72 કલાક કરતા જૂનો ન હોવો જોઈએ. આ ગાઈડલાઈનનનું પાલન ફરજિયાક દરેક યાત્રાળુઓએ કરવું પડશે. દર્શન કરવા પણ તેનેજ અનુમતી આપવામાં આવશે કે જેનામાં કોરોનાના કોઈ લક્ષણ ન હોય. આ ગાઈડલાઈનમાં સાફસફાઈને લઈને પણ અમુક ખાસ નિયમો બનાવમાં આવ્યા છે.

પ્રશાસન દ્વારા હવે મંદિર પરિષરને યોગ્ય સમયઅંતરે સેનટાઈઝ કરવામાં આવશે. જોકે બીજી તરફ જોવા જઈએ તો કાશ્મીરમાં કોરોનાના કેસ ઘણા ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીયા કોરોનાનો 87 કેસ સામે આવ્યા છે. સાથેજ સારી બાબત એ છે કે છેલ્લા 24 કલાકમાં અહીયા એકપણ દર્દીનું મોત નથી થયું.

(12:00 am IST)