Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહનું પુસ્તક ઘરમાં રાખવાનો પ્રતિબંધ નથી : આ પુસ્તકના કટિંગ ઘરમાંથી મળી આવે તેથી વ્યક્તિ નક્સલવાદ સાથે જોડાયેલી છે તેવું માની લેવાય નહીં : અનલોફુલ એક્ટિવિટિસ પ્રિવેંશન એક્ટ ( UAPA ) તથા રાજદ્રોહના આરોપ હેઠળ 2012 ની સાલમાં ધરપકડ કરાયેલા જર્નાલિસ્ટ સ્ટુડન્ટ તથા તેના પિતાને મુક્ત કરતી મેંગલુરુ સેશન કોર્ટ

મેંગલુરુ : સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહનું પુસ્તક તથા તેના કટિંગ ઘરમાંથી મળી આવતા પોલીસે જર્નાલિઝમનો કોર્સ કરી રહેલા એક 23 વર્ષીય યુવાન વિત્તલ માલેકૂડિયા  તથા તેના પિતા લિંગપ્પા માલેકૂડિયાની અનલોફુલ એક્ટિવિટિસ પ્રિવેંશન એક્ટ ( UAPA ) તથા રાજદ્રોહના આરોપસર હેઠળ 2012 ની સાલમાં ધરપકડ કરી હતી.તથા તેઓ નક્સલવાદ સાથે જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો હતો.તથા જપ્ત કરેલા કટિંગ કોર્ટમાં રજૂ કર્યા હતા.

એડિશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન જજ બી.બી. જકાતીએ તેઓને દોષિત સાબિત કરવા માટે પુરાવા પૂરતા નથી તેવી નોંધ સાથે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા તથા મુક્ત કર્યા હતા.તેવું એલ.એલ.દ્વારા  જાણવા મળે છે.

(12:00 am IST)