Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

સોમવારે ભારતીય સેનાના ટોચના અધિકારીઓની હાઇલેવલ બેઠક ચીન-પાકિસ્તાનની વધતી અવળચંડાઈ મુદ્દે રણનીતિ પર થશે ચર્ચા

ચીનની સાથે સીમાના હાલત અને પશ્વિમી સીમા પર આતંકીઓના સમર્થક પાકિસ્તાન તેમજ પંજાબ અને તેનાથી લાગેલા વિસ્તારોમાં પાક આર્મી આઈએસઆઈની ગતિવિધિઓ ઉપર ચર્ચા થઈ શકે

નવી દિલ્હી :ચીન અને પાકિસ્તાનએ સાથે લાગેલી સીમાઓ ઉપર વધાર ગતિવિધિઓ વચ્ચે ભારતીય સેનાના ટોચના અધિકારીઓ સોમવારે હાઈલેવલની મિટિંગ કરનારા છે. આ બેઠકમાં ચીન-પાકિસ્તાનની વધતી ગતિવિધિઓ સાથે મુકાબલો કરવાની રણનીતિ ઉપર ચર્ચા કરવામાં આવશે. કેટલાક સમયમાં પાકિસ્તાન તરફથી વાસ્તવિક નિયંત્રણ રેકા ઉપર સિઝફાયર ઉલ્લંઘન કરવાનો મામલો સામે આવ્યો છે. સાથે જ પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જ્યારે ચીન તરફથી પૂર્વી સીમાઓ ઉપર સૈનિકોની તૈનાતી ચાલું છે.


સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોનો હવાલો આપતા સમાચાર આપ્યા છે કે આર્મી કમાન્રની બેઠકમાં ચીનની સાથે અેલી સીમાના હાલત અને પશ્વિમી સીમા ઉપર આતંકીઓના સમર્થમાં પાકિસ્તાની કાર્યવાહી ઉપર ચર્ચા કરવામાં આવી શકે છે. આ બેઠકમાં પંજાબ અને તેનાથી લાગેલા વિસ્તારોમાં પાક આર્મી આઈએસઆઈની ગતિવિધિઓ ઉપર ચર્ચા થઈ શકે છે.

ભારતીય સેનાએ ગત વર્ષે પૂર્વ લદ્દાખમાં ચીની ઘૂસણખોરો સામે આક્રમક વલણ દાખવ્યું હતું. ભારતે સીમા ઉપર મોટી સંખ્યામાં સૈનિક તૈનાત કર્યા હતા. જૂન 2020માં ગલવાન ઘાટીની ઘટના બાદ ભારતે ખૂબ જ કડક વલણ અપનાવ્યું હતું. આ ક્રમમાં અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાએ પોતાની પહેલી એવિએશન બ્રિગે સ્થાપિત કરી દીધી છે.

આ એવિએશન બ્રિગેડનું કામ માત્ર ફોરવર્ડ બેસ ઉપર સૈન્ય સાજોસામાન પહોંચાડડવા અને બચાવ કાર્ય સુતી સીમિત નથી પરંતુ બ્રિગેડ વાસ્તવિક નિયંત્ર રેખાના એર સ્પેસની દેખરેખ પણ રાખે છે. સાથે જ ચીનના એરસ્પેશ ઉપર પણ નજર રાખે છે.

આ ઉપરાંત સેનાએ ચીનને અડીને આવેલી વાસ્તવિક નિયંત્ર રેખાના અગ્રિમ વિસ્તારમાં બોફોર્સ તોપો પણ તૈનાત કરી દીધી છે. વાસ્તવિક નિયંત્ર રેખા ઉપર ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે મોટું પગલું ઉઠાવ્યું હતું.

(12:00 am IST)