Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

paytm લાવશે દેશનો સૌથી મોટો IPO : સેબીએ આપી મંજૂરી : માસાંતે શેરબજારમાં કરશે એન્ટ્રી

મુંબઈ : ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસ કંપની Paytm ને 16,600 કરોડ રૂપિયાની પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસેથી મંજૂરી મળી છે. આ પ્રક્રિયા સાથે જોડાયેલા એક સૂત્રે શુક્રવારે આ માહિતી આપી. કંપની આ મહિનાના અંત સુધીમાં શેરબજારમાં પહોંચવાની ધારણા છે અને ઝડપથી લિસ્ટેડ થવા માટે આઇપીઓ પહેલા શેરનું વેચાણ ઘટાડવાની યોજના ધરાવે છે. "સેબીએ Paytm ના IPO ને મંજૂરી આપી દીધી છે,"તેમ  સૂત્રએ નામ ન આપવાની શરતે કહ્યું હતું

 સૂત્રોએ કહ્યું કે કંપની દ્વારા આઇપીઓ પહેલા ઘન એકત્ર કરવાની યોજનાને છોડવાનો નિર્ણય કોઈ મૂલ્યાંકનના અંતરથી સબંધિત નથી

. પેટીએમ 1.47-1.78 લાખ કરોડનું મૂલ્યાંકન માંગે છે. યુએસ સ્થિત વેલ્યુએશન નિષ્ણાત અશ્વથ દામોદરને કંપનીના અનલિસ્ટેડ શેરનું મૂલ્ય રૂ. 2,950 પ્રતિ શેર કર્યું છે.

(12:00 am IST)