Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

અમેરિકન હવાઈ હુમલામાં અલકાયદાના વરિષ્ઠ નેતા અબ્દુલ હામિદ અલ માતરનું મોત

હુમલા માટે એમકયૂ ૯ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો

વોશીંગ્ટન,તા. ૨૩: સેન્ટ્રલ કમાનના પ્રવકતા મેજર જોન રિગ્સબીએ એક નિવેદનમાં કહ્યું કે ઉત્ત્।ર પશ્યિમી સીરિયામાં આજે એક અમેરિકન હવાઈ હુમલામાં અલકાયદાના વરિષ્ઠ નેતા અબ્દુલ હામિદ અલ માતરનું મોત થયું છે.

આ હુમલો દક્ષિણી સીરિયામાં અમેરિકન ચોકી પર હુમલાના ૨ દિવસ બાદ થયો છે. જો કે રિગ્સબીએ એ નથી જણાવ્યું કે  શું જવાબી કાર્યવાહીમાં અમેરિકન ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે.

રિગ્સબીએ કહ્યું કે ઉત્ત્।ર પશ્ચિમી સીરિયામાં આજે એક અમેરિકન હવાઈ હુમલામાં અલકાયદાના વરિષ્ઠ નેતા અબ્દુલ હમીદ અલ મતરનું મોત થયું છે. આ  માટે એમકયૂ ૯ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હુમલામાં કોઈ સામાન્ય નાગરિકનો જીવ નથી ગયો. નિવદેન અનુસાર અલકાયદા અમેરિકા અને સહયોગિઓ માટે ખતરો બનેલો છે.

તેમણે કહ્યું અલ કાયદા સીરિયાને પુનનિર્માણ, બહારના સહયોગિઓની સાથે સમન્વય કરવા અને બહારના અભિયાનોની યોજના બનાવવા માટે એક સુરક્ષિત રક્ષણ દેનારના રુપમાં ઉપયોગ કરે છે. અલ કાયદા સીરિયાને સીરિયા, ઈરાક અને તેનાથી આગળ સુધી પહોંચનારા સંકટ માટે એક આધારના રુપમાં પણ ઉપયોગ કરે છે.

નિવેદનોમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અલ કાયદા અને અન્ય આતંકવાદી સંગઠનોના સભ્યોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે. જે અમેરિકાની માતૃભૂમિને નુકસાન પહોંચાડવા ઈચ્છે છે. 

(10:15 am IST)