Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડનના સ્ટાફ સેક્રેટરી તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નીરા ટંડનની નિમણુંક : આ હોદ્દા ઉપર નિમણુંક મેળવનાર સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકનનો વિક્રમ : આ અગાઉ મે મહિનામાં પ્રેસિડેન્ટના વરિષ્ઠ સલાહકાર નિમાયા હતા

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડનના સ્ટાફ સેક્રેટરી તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નીરા  ટંડનની નિમણુંક થઇ છે. આ હોદ્દા ઉપર નિમણુંક મેળવનાર સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકનનો વિક્રમ તેમના નામે નોંધાયો છે. આ હોદ્દો વ્હાઇટ હાઉસમાં ખુબ સન્માન જનક ગણાય છે. આ અગાઉ તેઓ મે મહિનામાં પ્રેસિડેન્ટના વરિષ્ઠ સલાહકાર નિમાયા હતા
 હવેથી સુશ્રી નીરા પાસે જો બિડનના તમામ દસ્તાવેજોનું નિયંત્રણ રહેશે.

ટંડન અગાઉ યુએસ મિનિસ્ટ્રી ઑફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસમાં સ્વાસ્થ્ય સુધારા પર વરિષ્ઠ સલાહકાર રહી ચૂક્યા છે. તેમણે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા હેઠળ એફોર્ડેબલ કેર એક્ટની  કેટલીક જોગવાઈઓ પર કોંગ્રેસ અને હિતધારકો સાથે નજીકથી કામ કર્યું હતું.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(1:19 pm IST)