Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

નરેન્દ્રભાઇની નવી સલાહકાર સમિતિ પીએમઓમાં મહત્વની જવાબદારી ભજવશે

વડાપ્રધાન મોદીએ પીએમઓ અધિકારીઓ વચ્ચે નવેસરથી કામની જવાબદારીઓની વહેંચણી કરી છે. જેમાં નવા સલાહકાર અમિત ખરે પીએમઓમાં મહત્વની ભૂમિકા ભજવશે.

પી.કે. મીશ્રા

પીએમઓના પ્રીન્સીપાલ સેક્રેટરી, એચઆર, એસીસી નિમણુંકો, કાયદો અને ન્યાય, કેબીનેટ મંત્રાલયની જવાબદારી સંભાળશે.

 અમિત ખરે

વડાપ્રધાનના સલાહકાર, સમાજ કલ્યાણ, આરોગ્ય, શિક્ષણ, સામાજીક ન્યાય, મહિલા અને બાળ વિકાસ, કૌશલ્ય વિકાસ, યુવા, રમતગમત, આયુષ, પ્રવાસન, સાંસ્કૃતિક, આદિજાતી મંત્રાલયોની જવાબદારી સંભાળશે. આ ઉપરાંત તેમને ગ્રામ્ય અને કૃષિ મંત્રાલય ઉપરાંત સહકારીતા, કૃષિ ગ્રામ્યવિકાસ, ગ્રાહક મામલા અને જાહેર વિતરણ, જળ શકિત, ખાતર અને રસાયણ, વિજ્ઞાન અને સંયમ,ભૂવિજ્ઞાન, ઇલેકટ્રોનીકસ, આઇટી અને સંદેશ વ્યવહાર, આધાર, ડાયરેકટર બેનીફીટ ટ્રાન્સફર, ડીજીટલ પેમેન્ટસની વધારાની જવાબદારી સોંપાઇ છે.

ભાસ્કર ખુબલે

વડાપ્રધાનના સલાહકાર, ગર્વર્નન્સ, મોનીટરીંગ એન્ડ કોર્ર્ડીનેશન, રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટનું રીપોર્ટીંગની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

(3:24 pm IST)