Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

યુવરાજસિંહ પાસે 64 કરોડનું મુંબઇમાં મકાનઃ શાનદાર લિવિંગ રૂમ-વર્લ્‍ડ ક્‍લાસ મનોક્રોમ કિચન રૂમ સહિતના સુવિધાઃ અરબ સાગરનો શાનદાર નજારો જોવા મળે

વિરાટ કોહલી પાસે 34 કરોડનું મકાન

નવી દિલ્હી: ભારતને બે-બે વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ ભલે ક્રિકેટની દુનિયામાંથી સન્યાસ લઈ ચુક્યો છે પરંતુ મુંબઇમાં મોંઘા એપાર્ટમેન્ટ મામલે તે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી કરતા પણ આગળ છે. યુવરાજ સિંહ દેશના અમિર ક્રિકેટરોના લિસ્ટમાં સામેલ છે. આવો એક નજર કરીએ તેના શાનદાર એપાર્ટમેન્ટ પર.

યુવરાજ સિંહ તેની પત્ની અને બોલીવૂડ એક્ટ્રેસ હેઝલ કીચ સાથે મુંબઇના વર્લીમાં સ્થિત ઓમકાર 1973 ટાવર્સમાં રહે છે. આ એપાર્ટમેન્ટ ખુબ જ શાનદાર અને સુંદર છે.

એક ન્યૂઝ મેગેઝિન અનુસાર યુવરાજ સિંહે આ શાનદાર એપાર્ટમેન્ટ વર્ષ 2013 માં 64 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. યુવરાજ સિંહના ઘરમાં શાનદાર લિવિંગ રૂમ, વર્લ્ડ ક્લાસ મોનોક્રોમ કિચન અને રહેવા માટે સુંદર રૂમ છે. જ્યારે વિરાટ કોહલીની પાસે મુંબઇના વર્લીમાં એક ફ્લેટ છે.

યુવરાજ સિંહ અને હેઝલ કીચે નવેમ્બર 2016 માં લગ્ન કર્યા હતા. આ કપલ 29 માં માળ પર 16,000 સ્કેર ફૂટના શાનદાર એપાર્ટમેન્ટમાં રહે છે. એપાર્ટમેન્ટમાંથી અરબ સાગરનો શાનદાર નજારો જોઈ શકાય છે.

હાલમાં જ યુવરાજ સિંહે તેના વાળ કપાવતા એક વીડિયો શેર કર્યો હતો. તે દરમિયાન તેણે તેના બેડરૂમની એક ઝલક પણ દેખાડી હતી. યુવરાજ સિંહના બેડરૂમમાં ડિમ લાઈટ્સ હતી અને રૂમ ખુબ જ સુંદર હતો.

વિરાટ-અનુષ્કાએ તેમના લગ્ન પહેલા 2016 માં એક એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. 7,171 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો આ એપાર્ટમેન્ટ ઓમકાર 1973 ના 35 માં માળ પર છે. આ એપાર્ટમેન્ટમાંથી આખું મુંબઇ શહેર અને અરબ સાગર સ્પષ્ટ જોઈ શકાય છે. તેની કિંમત લગભગ 34 કરોડ રૂપિયા છે.

(4:24 pm IST)