Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

હું જિંદગીમાં ક્યારેય કોર્ટનું પગથિયું ચડ્યો નથી : આવો ગર્વ લેનારાઓને ભારતના ચીફ જસ્ટિસ એન.વી.રમનાની સલાહ : જરૂર પડ્યે કોર્ટનો સહારો લેવામાં અચકાવું ન જોઈએ : લોકશાહીમાં ન્યાયતંત્ર ઉપરનો વિશ્વાસ એ જ મોટી તાકાત

ન્યુદિલ્હી : હું જિંદગીમાં ક્યારેય કોર્ટનું પગથિયું ચડ્યો નથી તેવો ગર્વ લેનારાઓને ભારતના ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ સલાહ આપતા જણાવ્યું છે કે જરૂર પડ્યે કોર્ટનો સહારો લેવામાં અચકાવું ન જોઈએ . લોકશાહીમાં ન્યાયતંત્ર ઉપરનો વિશ્વાસ એ જ મોટી તાકાત છે.

ભારતની અદાલતો બંધારણીય અધિકારોની બાંયધરી આપે છે અને વ્યક્તિઓની સ્વતંત્રતાને સમર્થન આપે છે અને વહીવટીતંત્રની ક્રિયાઓ સામે રક્ષણ આપે છે, એમ ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે શનિવારે જણાવ્યું હતું.

તેઓ બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચના નવા એનેક્સ બિલ્ડિંગના ઉદ્ઘાટન સમારોહમાં બોલી રહ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે "દેશમાં કુલ ન્યાયિક અધિકારીઓ 24,280 છે અને 623 ભાડાની જગ્યાઓ સહિત કોર્ટ હોલની સંખ્યા 20,143 છે,

તેમણે ઉમેર્યું હતું કે અસરકારક ન્યાયતંત્ર અર્થતંત્રના વિકાસમાં મદદ કરી શકે છે અને ન્યાય આપવામાં નિષ્ફળતા દેશને અસર કરે છે . તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(5:46 pm IST)