Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

કોર્ટમાં શું ચાલી રહ્યું છે તે જાણવા દેશનો દરેક નાગરિક હક્કદાર છે : કોર્ટ કામગીરીના ડેટાના લાઈવ પ્રસારણ બાબતે સુપ્રીમ કોર્ટ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડનું મંતવ્ય


ન્યુદિલ્હી : કોર્ટ કામગીરીના  ડેટાના લાઈવ પ્રસારણ બાબતે સુપ્રીમ કોર્ટ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડે મંતવ્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોર્ટમાં શું ચાલી રહ્યું છે તે જાણવા દેશનો દરેક નાગરિક હક્કદાર છે .

તેમણે જણાવ્યું હતું કે આ માટે અમે અમુક ચોક્કસ નિયમો નક્કી કર્યા છે. કે જેથી દેશનો નાગરિક જાણી શકે કે સવારથી સાંજ સુધી ન્યાય તોળવા  બેસી રહેતા ન્યાયધીશો અમુક સમયે શા માટે કેસ મુલતવી રાખે છે.આ બાબત જાણવાનો નાગરિકોનો મૂળભૂત અધિકાર છે.

બોમ્બે હાઇકોર્ટ બેન્ચના ઔરંગાબાદ બેન્ચના નવા બિલ્ડિંગના ઉદ્ઘાટન સમયે તેઓ ઉદબોધન કરી રહ્યા હતા.તેમણે ઉમેર્યું હતું કે અમુક પ્રોજેક્ટ્સની કામગીરી કાર્યરત હોવા અંગે ન્યાયધીશો પ્રકાશ પાડે છે.
સુપ્રીમ કોર્ટ ઈ કમિટી કે જેના તેઓ ચેર પર્સન છે તેના દ્વારા કરાયેલ અમુક કામગીરી દારા દેશના ન્યાયતંત્રમાં મેળવેલી અમુક સિદ્ધિઓ વિષે પણ તેમણે આ તકે જાણકારી આપી હતી.જે અંતર્ગત દેશની કોર્ટમાં કેટલા કેસ પડતર છે ,કેટલા કેસોનો નિકાલ થયો છે સહિતના ડેટાની માહિતી આપી હતી.જે બાબત તમામ વકીલો ઈ પ્રોજેક્ટ દ્વારા જાણી શકે તેવું આયોજન કરાયું છે.તેમ જણાવ્યું હોવાનું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

 

(7:33 pm IST)