Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

રિલાયન્સને સ્પ્ટે.ના ક્વાર્ટરમાં ૧૩,૬૮૦ કરોડનો ચોખ્ખો નફો

સ્થિતિ સામાન્ય બનતા કંપનીઓનાં નફામાં વધારો : ઓઈલથી ટેલિકોમ સુધીના સેક્ટર્સમાં કાર્યરત રિલાયન્સની આ ક્વાર્ટરમાં આવક ૪૮ ટકા વધી

મુંબઈ , તા.૨૩ : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં યર-ઓન-યર ૪૩ ટકાના વધારા સાથે ૧૩,૬૮૦ કરોડ રુપિયાનો નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. કંપની દ્વારા નોંધાવાયેલો પ્રોફિટ એનાલિસ્ટ જેટલી અપેક્ષા રાખી રહ્યા હતા તેનાથી વધારે છે. ઓઈલથી ટેલિકોમ સુધીના સેક્ટર્સમાં કાર્યરત રિલાયન્સની ક્વાર્ટરમાં આવક ૪૮ ટકા વધીને .૭૪ લાખ કરોડ પર પહોંચી છે.

કોરોનાની સેકન્ડ વેવ બાદ ઝડપથી સામાન્ય બની રહેલી આર્થિક સ્થિતિ તેમજ ગત વર્ષના ક્વાર્ટરના નીચા આંકડાને કારણે પણ કંપનીનો સપ્ટેમ્બર ક્વાર્ટરનો ગ્રોથ યર-ઓન-યર ઉંચો રહ્યો છે. કંપનીએ ૩૦,૨૮૩ કરોડ રુપિયાનો ઓપરેટિંગ પ્રોફિટ નોંધાવ્યો છે, જે ગત વર્ષના ક્વાર્ટરની સરખામણીએ ૩૦ ટકા વધારે છે. કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ અંગે જણાવ્યું હતું કે, બીજા ક્વાર્ટરના આંકડા કંપનીની ક્ષમતા તેમજ વૈશ્વિકની સાથે ભારતીય અર્થતંત્રમાં જોવા મળી રહેલા સુધારાને દર્શાવે છે.

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિલાયન્સ રિટેઈલની આવક પણ . ટકા વધીને ૩૯,૯૨૬ કરોડ પર પહોંચી છે. તેનો ઓપરેટિંગ પ્રોફિટ ૪૫. ટકા વધીને ,૯૧૩ કરોડ થયો છે. જિયોએ પણ ગાળામાં ૧૯,૭૭૭ કરોડ રેવન્યૂ નોંધાવી છે. જ્યારે તેનો ઓપરેટિંગ પ્રોફિટ ,૨૯૪ કરોડ રુપિયા નોંધાયો છે. તેની યુઝર દીઠ આવક પણ વધીને ૧૪૩. રુપિયા પહોંચી છે. જિયોના યુઝર્સ પણ ૨૩. મિલિયનના વધારા સાથે ૪૨૯. મિલિયન પર પહોંચ્યા છે.

(7:38 pm IST)