Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

મેડિકલ સાયન્સમાં રચાયો ઈતિહાસ : સોમનાથનાં ધનેજ ગામમાં ટેસ્ટટ્યુબ પાડાનો જન્મ : દેશમાં સૌપ્રથમ પ્રયોગ

બન્ની પ્રજાતિની ત્રણ ભેંસોને IVF માં ગર્ભાધાન માટે તૈયાર કરાયા બાદ ભ્રૂણ સ્થાપિત કરાતા કુલ છ ગર્ભધાન થયા જેમાં હતા અને આખરે પહેલો IVF પાડો જન્મ્યો

અમદાવાદ :  ભારતમાં પહેલીવાર IVF એટલે કે કૃત્રિમ ગર્ભધાનની ટેકનિકથી ટેસ્ટટ્યુબ પાડાનો જન્મ થયો છે. બન્ની પ્રજાતિની ભેંસની આ પ્રજાતિનાં પાડાનાં જન્મની સાથે જ ભારતમા ટેકનોલોજીએ નવો ઈતિહાસ પણ રચી દીધો છે

રાજ્યના સોમનાથ જિલ્લાના ધનેજ ગામમાં સ્થિત વિનય વાળા નામક ખેડૂતની ભેંસે IVF થી પાડાને જન્મ આપતા દેશ વિદેશમાં તેના સમાચાર ફેલાયા છે. 

નોંધનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પીએમ મોદી કચ્છ આવ્યા ત્યારે બન્ની પ્રજાતિની વાત કરી હતી જેનાં બીજા જ દિવસે બન્ની ભેંસ દ્વારા IVF થી ભેંસનાં બચ્ચાંને જન્મ આપવા માટેની યોજના બનાવવામાં આવી હતી. 

સરકાર અને વૈજ્ઞાનિકોને ભેંસની IVF પ્રક્રિયામાં અપાર સંભાવનાઓ દેખાઈ રહી છે અને દેશમાં પશુધનમાં સુધારો લાવવા માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે ત્યારે ધનેજ ગામમાં બન્ની પ્રજાતિની ત્રણ ભેંસોને IVF માં ગર્ભાધાન માટે તૈયાર કરવામાં આવી અને તે બાદ ભ્રૂણ સ્થાપિત કરવામાં આવ્યા. જેમાંથી કુલ છ ગર્ભાધાન થયા હતા અને આખરે પહેલો IVF પાડો જન્મ્યો. આ દેશનો પહેલો એવો પાડો છે જે કૃત્રિમ ગર્ભાધાનની IVF ટેકનિકથી પેદા થયો હોય. 

વર્ષ 1978માં ઈંગ્લેન્ડમાં આ પ્રયોગ સૌથી પહેલા કરવામાં આવ્યો હતો, જ્યારે કોઈ મહિલા મા નથી બની શકતી ત્યારે કૃત્રિમ રીતે તેને ગર્ભ ધારણ કરાવવામાં આવે છે જેને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે. પ્રયોગશાળામાં મહિલાના એગ્સ અને પુરુષના સ્પર્મ ભેગા કરવામાં આવે અને તે બાદ તે સંયોજન જ્યારે ભ્રૂણ બની જાય ત્યારે તેને ફરીથી ગર્ભાશયમાં મૂકી દેવામાં આવે છે. 

(8:23 pm IST)