Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ગૃહપ્રધાન અમિતભાઈ શાહે શ્રીનગરથી શારજાહ સુધીની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું કર્યું ઉદ્ઘાટન

કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે અને અહીં વધુ રોકાણ આવશે

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહે શ્રીનગરથી શારજાહ સુધીની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે આનાથી કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે અને અહીં વધુ રોકાણ આવશે

 . આ પ્રસંગે ગૃહમંત્રીએ કહ્યું કે અમે આજથી તેની શરૂઆતની જાહેરાત કરીએ છીએ. આ સિવાય શાહે કહ્યું કે અમે આજથી 'કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં હેલિકોપ્ટર ઓપરેશન અંગેની નીતિ' પણ જાહેર કરીએ છીએ.

શારજાહ માટેની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટના ઉદ્ઘાટન બાદ શાહે ટ્વીટ કર્યું, શ્રીનગરથી શારજાહ માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું ઉદ્ઘાટન કર્યું. શ્રીનગર-શારજાહ વચ્ચે સીધી કનેક્ટીવીટી પ્રવાસનને પ્રોત્સાહન આપશે, તેમજ આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ સપ્લાયને સરળ બનાવશે, જમ્મુ-કાશ્મીરના કૃષિ અને બાગાયતી ઉત્પાદકોની આવકમાં ચોક્કસપણે ગુણાત્મક વધારો થશે અને રોજગારી પણ વધશે.

અમિતભાઈ  શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે શનિવારે શ્રીનગર પહોંચ્યા હતા. 5 ઓગસ્ટ, 2019ના રોજ કલમ 370 નાબૂદ કરવા પર અને જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા પછી શાહની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત છે. તેમણે કાશ્મીર ખીણમાં નાગરિકોની ખાસ કરીને બિન-સ્થાનિક કામદારો અને લઘુમતીઓ પર વધતા હુમલાના પગલે આતંકવાદ સામે લડવા માટે લીધેલા પગલાંની સમીક્ષા કરી.

આ પહેલા શ્રીનગરમાં જમ્મુ અને કાશ્મીર યુથ ક્લબના સભ્યોને સંબોધતા શાહે કહ્યું કે 5 ઓગસ્ટ, 2019નો દિવસ સુવર્ણ અક્ષરે લખવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં ચૂંટણી થવાની છે. શાહે કહ્યું કે કાશ્મીરમાં યુવાનોને તક મળવી જોઈએ, તેથી ત્યાં સારૂં સીમાંકન પણ થશે. સીમાંકન બાદ ચૂંટણી પણ યોજાશે અને જમ્મુ અને કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો મળશે. તેમણે કહ્યું કે જે કોઈ જમ્મુ-કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે તો અમે તેનો કડકાઈથી ઉકેલ લાવીશું.

(10:33 am IST)