Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

કોંગ્રેસે સભ્યપદ માટે નવા નિયમો જાહેર: દારું અને ડ્રગ્સથી દૂર રહેવાનું એવું પડશે વચન : એફીડેવીડ પણ કરવી જરૂરી

જાહેર મંચ પર પાર્ટીની નીતિઓ અને કાર્યક્રમોનું ક્યારેય આલોચના કરશે નહીં, ટીકા કરશે નહીં: હેલી નવેમ્બરથી શરૂ થશે સદસ્યતા અભિયાન

 

નવી દિલ્હી : દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના સભ્યપદ અરજી ફોર્મમાં કેટલીક શરતોનો સમાવેશ કરવામાં આવ્યો છે

આ મુજબ, કોંગ્રેસના સભ્યોએ જાહેર કરવું પડશે કે તેઓ કાનૂની મર્યાદાથી વધુ સંપત્તિ રાખશે નહીં અને કોંગ્રેસની નીતિઓ અને કાર્યક્રમોને આગળ વધારવા માટે ભૌતિક પ્રયત્નો અને ગ્રાઉન્ડ વર્ક કરવામાં અચકાશે નહીં.

પાર્ટીએ 1 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સદસ્યતા અભિયાન માટે તૈયાર કરેલ આવેદન પત્રમાં 10 એવી વાત આલેખી છે, જેના વિશે સભ્ય થનાર ઈચ્છુક લોકોએ પોતાનો સ્વીકૃતિ આપવી પડશે. ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરના રોજ થયેલ કોંગ્રેસ કાર્ય સિમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમામ નવા સભ્યોએ પ્રતિજ્ઞા લેવી પડશે કે તેઓ કોઈપણ પ્રકારની સામાજિક ભેદભાવની પ્રવૃત્તિમાં સામેલ થશે નહીં, પરંતુ સમાજમાંથી તેને દૂર કરવા માટે કામ કરશે. તેના સોગંદનામામાં જણાવવામાં આવ્યું છે કે, 'હું નિયમિત ખાદી પહેરું છું, હું દારૂ અને ડ્રગ્સથી દૂર રહું છું, હું સામાજિક ભેદભાવ અને અસમાનતા કરતો નથી, પરંતુ તેમને સમાજમાંથી દૂર કરવામાં માનું છું અને હું પક્ષ દ્વારા સોંપેલ કાર્યને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છું.

 

(11:11 pm IST)