Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

આર્યન ખાનને ડ્રગ પહોંચાડનાર ઓળખાયો : અનન્યા પાંડેએ જ હીંટ્સ આપી : NCB એ મલાડમાંથી ઝડપ્યો

મોટા સેલિબ્રિટીનો નોકર એનસીબીના સકંજામાં : પૂછપરછ કર્યા બાદ જો નક્કર પુરાવા હાથ લાગે છે તો અનન્યા પાંડેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે

મુંબઈ : શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ અપાવનાર વ્યક્તિ વિશે માહિતી મળી છે. અભિનેત્રી અને આર્યન ખાનની મિત્ર અનન્યા પાંડેની ટીપ પર NCBએ તેને મલાડ વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. તે એક મોટા સેલિબ્રિટીનો નોકર છે

એનસીબીએ તેની પણ પૂછપરછ શરૂ કરી છે. તેની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે અનન્યા પાંડેની સોમવારે ફરી એકવાર પૂછપરછ કરવામાં આવશે. એનસીબીને  શંકા છે કે અનન્યા પાંડેએ તેના મોબાઈલમાંથી ચેટ્સ અને કોન્ટેક્ટ ડિલીટ કરી દીધા છે. આ જ કારણ છે કે NCBએ અનન્યા પાંડેના લેપટોપ અને મોબાઈલને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યા છે.

ગુરુવારે અને શુક્રવારે અનન્યા પાંડેની છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે અનન્યાએ ઘણાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અનન્યાને હવે સોમવારે પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. અનન્યા પાંડેએ NCB અધિકારીઓને જણાવ્યું કે તે આર્યન ખાનને ડ્રગ્સ ઉપલબ્ધ કરાવનાર વ્યક્તિને ઓળખે છે. આ પછી અનન્યાએ આપેલી માહિતીના આધારે NCB ટીમે આ 24 વર્ષના છોકરાને પકડી લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ છોકરો એક મોટા અભિનેતાના ઘરનો નોકર છે. આ એ જ છોકરો છે જેણે અનન્યાના કહેવાથી આર્યન ખાનને ડ્રગ્સ પહોંચાડ્યું હતું.

આ છોકરાની પૂછપરછ કર્યા બાદ જે માહિતી પ્રાપ્ત થશે તેના આધારે સોમવારે અનન્યા પાંડેની પૂછપરછ કરવામાં આવશે. આ દરમિયાન એનસીબી હવે આર્યન ખાનના બેંક ખાતાઓની તપાસ કરી રહી છે. આ સાથે એનસીબી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ ખાતાઓમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા ડ્રગ્સ માટે ચૂકવણી કરવામાં આવી હતી? જો એમ હોય તો તે ચૂકવણી કોના ખાતામાં ગઈ છે?

(11:22 pm IST)