Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

રસીકરણની ઐતિહાસિક સફળતા બાદ પીએમ મોદીની 7 વેક્સિન નિર્માતાઓ સાથે મુલાકાત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવાર પણ હાજર રહ્યા

નવી દિલ્હી : પીએમ મોદીએ સીરમ ઈન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલા સહિત 7 વેક્સિન નિર્માતાની સાથે વાત કરી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા અને સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવાર પણ હાજર રહ્યા હતા

પીએમની વેક્સિન નિર્માતાઓ સાથેની બેઠકમાં પીએમ 7 રસી નિર્માતાની સાથે વાતચીત કરશે. આ સિવાય આવનારા સમયમાં વેક્સિનના નિર્માણમાં તેઓને કઈ વસ્તુઓની જરૂરિયાત પડશે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે.

પીએમ મોદી સાથેની બેઠકમાં ઝાયડસ કેડિલા, બાયોલોજિકલ ઈ, જેન્નેવા બાયોફાર્મા અને પેનેસિયા બાયોટેક, સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ઈન્ડિયા, ભારત બાયોટેક, ડૉ.રેડ્ડીઝ લેબોરેટરીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે

(12:00 am IST)