Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

સામાન્‍ય માણસોના બજેટ ખોરવાઇ જાય તેવી સ્‍થિતિ : પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે વધારો

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 107.59 રૂપિયા તો બીજી તરફ ડીઝલની કિંમત 96.32 રૂપિયા : મુંબઈમાં 113.46 જયારે ડીઝલની કિંમત 104.38 : રાજસ્થાન શ્રીગંગાનગરમાં પેટ્રોલ 119.79 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 110.63 રૂપિયા પ્રતિ લીટર થયા

 

નવી દિલ્હી : પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ વધારા વચ્ચે ચારે-તરફ બૂમારાણ મચી રહ્યો છે. જોકે, સરકારના માથા પણ ઝૂ રેકી રહી નથી. પેટ્રોલ-ડીઝલમાં થઇ રહેલા વધારાને રોકવા માટે કોઈ જ નક્કર પગલા ભરવાની જગ્યાએ સરકાર આંતરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ ઉપર દોષનો ટોપલો ઢોળી રહી છે. સતત પાંચમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે રવિવારે (24 ઓક્ટોબર, 20201) પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ પ્રતિ લીટર 3535 પૈસાનો વધારો કર્યો છે.

આ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 107.59 રૂપિયા તો બીજી તરફ હવે એક લીટર ડીઝલની કિંમત 96.32 રૂપિયા થયું છે. મુંબઈમાં 1લીટર પટ્રોલ રૂપિયા 113.46 ના ભાવે વેચાઈ રહ્યું છે જયારે 1 લીટર ડીઝલની કિંમત રૂપિયા 104.38 છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ 19 ડોલર પ્રતિ બેરલના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યા બાદ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારી હતી. જોકે ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ રિકવર થઈને 85 ડોલર પ્રતિ બેરલ થઇ ગયા છે પરંતુ પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી 32.9 રૂપિયા પ્રતિ લિટર રહી છે. એ જ રીતે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી 31.8 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.

ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 104.46 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 104.03 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગરમાં છે. જ્યાં પેટ્રોલ 119.79 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 110.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

(11:26 am IST)