Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

'મન કી બાત'ના 82મો એપિસોડમાં PM મોદીએ વોકલ ફોર લોકલ પર ભાર આપ્યો

'દિવાળી પર ખરીદી મતલબ વોકલ ફોર લોકલ' : લાખો લોકોની મહેનતથી ભારતમાં રસીકરણ સફળ થયું: 'કોરોના કાળમાં સ્વાસ્થ્યકર્મીઓએ માનવતાનું ઉદાહરણ પુરું પાડ્યું': PM મોદીઅે રસીકરણ અભિયાનના કર્યા વખાણ

 

નવી દિલ્હીઃ મન કી બાત કાર્યક્રમ અંતર્ગત PM મોદીએ દેશવાશીઓને કર્યું સંબોધન કર્યું. મોદીએ કહ્યું- વેક્સિનેશન અભિયાનથી મોટી સફળતા મળી છે. એટલું જ દેશ નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે. નરેન્દ્ર મોદી રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. મોદીએ કહ્યું કે હું જાણતો હતો કે આપણા હેલ્થકેર કામદારો દેશવાસીઓના વેક્સિનેશનમાં કોઈ કસર છોડશે નહીં. તેમણે ઈનોવેશન સાથે પોતાના દ્રઢ નિશ્ચય સાથે માનવતાની સેવાનું નવું ધોરણ સ્થાપિત કર્યું. તેમણે તમામ પડકારોને પાર કરીને સુરક્ષા કવચ આપ્યું. અનેકપ્રેરણાદાયી ઉદાહરણો આપણી સમક્ષ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રવિવારે સવારે 11 વાગે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' માં રાષ્ટ્રને સંબોધન કર્યું છે. 'મન કી બાત'નો આ 82મો એપિસોડ છે. આ કાર્યક્રમને ઓલ ઈન્ડિયા રેડિયોના સમગ્ર નેટવર્ક, દૂરદર્શન, AIR ન્યૂઝ અને મોબાઈલ એપ, ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ અને ટ્વીટર પર પણ સાંભળી શકાય છે.

PM મોદીનો આ કાર્યક્રમ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે દેશે કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝના આંકને પાર કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે મોદી કોરોના વેક્સિનેશન પર પોતાના વિચારો રજૂ કરી શકે છે. સાથે જ તેઓ તહેવારની સીઝનને ધ્યાનમાં લેતા લોકોને કોરોના નિયમોનું પાલન કરવાની પણ વાત કરી શકે છે.

PM મોદી મન કી બાત બાબતે જુદા જુદા પ્લેટફોર્મ્સ દ્વારા સામાન્ય લોકોની સલાહ અને સૂચનો માંગે છે, જેનો કાર્યક્રમ દરમિયાન ઉલ્લેખ પણ કરે છે. તમે નેરેન્દ્ર મોદીની વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કર્યા બાદ સૂચન મોકલી શકો છો. mygov.in મુજબ, તમે 1922 પર મિસ્ડ લોક પણ કરી શકો છો અને SMSમાં પ્રાપ્ત લિન્ક દ્વારા પણ PM સુધી પોતાના સૂચન પહોંચાડી શકો છો. ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર કોલ કરીને પણ સૂચન રેકોર્ડ કરવી શકાય છે.

પ્રધાનમંત્રી મોદીએ છેલ્લે મન કી બાતમાં નદીઓનું મહત્વ, સ્વચ્છતા અને વોકલ ફોર લોકલ પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આઝાદીની લડાઈમાં ખાદીનું જે ગૌરવ હતું, તે ગૌરવ આજે પણ યુવા પેઢી ખાડીને આપી રહી છે. દિલ્હીના એક ખડી શો રૂમમાં એક કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો, આવું ઘણા દિવસ થયું. તેમણે એવું પણ કહ્યું હતું કે મારી ભેટોની હરાજીથી મળનારા રૂપિયા નમામિ ગંગે મિશનને આપવામાં આવશે.

(12:17 pm IST)