Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ઇન્ડોનેશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પુત્રીએ ઇસ્લામ ધર્મ છોડી હિન્દુ ધર્મમાં પરિવર્તિત થવાનો કર્યો નિર્ણય

સુકમાવતી ઇન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની ત્રીજી પુત્રી અને પૂર્વ રાષ્ટ્રપતિ મેગાવતી સુકર્ણોપુત્રીની નાની બહેન છે.

 

ઇન્ડોનેશિયા: ઇન્ડોનેશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની પુત્રી સુકમાવતીએ ઇસ્લામ છોડીને હિન્દુ ધર્મ અપનાવવાનો નિર્ણય કર્યો છે. 26 ઓક્ટોબરે તે પૂજામાં જોડાશે અને તેની સાથે હિન્દુ ધર્મમાં પરિવર્તિત થશે. સીએનએન ઈન્ડોનેશિયાના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. આ કાર્યક્રમ મંગળવારે સુકર્નો હેરિટેજ એરિયા ખાતે યોજાશે. સુકમાવતી પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની ત્રીજી પુત્રી અને પૂર્વ રાષ્ટ્રપતિ મેગાવતી સુકર્ણોપુત્રીની નાની બહેન છે. 70 વર્ષની સુકમાવતી ઈન્ડોનેશિયામાં રહે છે. 2018 માં, કટ્ટરપંથી ઇસ્લામિક જૂથોએ તેમની વિરુદ્ધ નિંદાની ફરિયાદ નોંધાવી હતી.

સુકમાવતીએ એક કવિતા શેર કરી હતી, જેમાં કટ્ટરવાદીઓએ આરોપ લગાવ્યો હતો કે તેણે ઇસ્લામનું અપમાન કર્યું છે. આ ઘટના પછી, સુકમાવતીએ તેની કવિતા માટે માફી માંગવાની પણ માંગ કરી હતી. જો કે, આ બાદમાં પણ વિવાદનો અંત આવતો જણાતો નથી અને તેમની ઘણી વખત ટીકા પણ થઈ છે. ઈન્ડોનેશિયામાં ઈસ્લામના અનુયાયીઓની સંખ્યા સૌથી વધારે છે. એટલું જ નહીં, ઇન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ પણ છે. ઉલ્લેખનીય છે કે સુકમાવતીના પિતા સુકર્નોના જમાનામાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચેના સંબંધો ખૂબ સારા હતા.

સુકમાવતીના વકીલ વિટારિયાનો રેઝોપ્રોઝોએ જણાવ્યું કે આનું કારણ તેની દાદીનો ધર્મ છે, તેણે એમ પણ કહ્યું કે સુકમાવતીએ તેમના વિશે ઘણો અભ્યાસ કર્યો છે અને હિંદુ ધર્મશાસ્ત્રને સારી રીતે વાંચ્યું છે.

(12:44 pm IST)