Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ટી-20 વર્લ્ડકપમાં એશિયાના બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાનની ટક્કર

ભારતીય ટીમ આ વખતે વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર:.ભારત પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં એક પણ મેચ ન હારવાનો રેકોર્ડ જાળવી રાખવા હોટ ફેવરિટ

દુબઈઃ ટી-20 વર્લ્ડકપમાં આજે એશિયાના બે કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે, જ્યારે પણ આ બંને દેશોનો મુકાબલો હોય ત્યારે માત્ર ભારત કે પાકિસ્તાન જ નહીં સમગ્ર વિશ્વના ક્રિકેટ ચાહકોની નજર તેમના પર હોય છે. ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકથી દુબઈમાં આ મુકાબલો શરૂ થશે.

છેલ્લા થોડા સમયથી જમ્મુ-કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની થઈ રહેલી હત્યા વચ્ચે ભારત મેચ જીતીને પાકિસ્તાનને જોરદાર જવાબ આપશે તેમ ચાહકો માની રહ્યાં છે. ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન ભારત સામે ક્યારેય જીત્યું નથી. આ રેકોર્ડને જોતાં પાકિસ્તાન પર જ મેચ જીતવાનું વિશેષ દબાણ રહેશે. ભારતીય ટીમ આ વખતે વર્લ્ડકપ જીતવાની પ્રબળ દાવેદાર છે.ભારત પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં એક પણ મેચ ન હારવાનો રેકોર્ડ જાળવી રાખવા હોટ ફેવરિટ છે, જ્યારે પાકિસ્તાન નવો ઈતિહાસ રચવા તૈયાર થઇ રહ્યું છે.

(4:20 pm IST)