Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ટીમ ઇન્ડિયાના સપોર્ટર સુધીર અને પાકિસ્તાન ટીમનો સમર્થક ચાચા પણ દુબઈમાં : ક્રિકેટ ચાહકોમાં પણ ઉત્સાહ

હાઈ વોલ્ટેજ મેચ પર હજારો કરોડનો સટ્ટો ખેલાયો : ચાહકોમાં જબરી ઉતેજના

>ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટર સુધીર અને પાકિસ્તાન ક્રિકેટ ટીમનો સમર્થક ચાચા પણ દુબઈ પહોંચી ગયા છે. સુધીરે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે આ હાઈવોલ્ટેજ મેચ છે. અત્યાર સુધી પાકિસ્તાન સામે આપણે ક્યારેય હાર્યા નથી. ભારત 2007નું પુનરાવર્તન કરશે તેવો મને વિશ્વાસ છે. પાકિસ્તાનની ટીમના સમર્થક મોહમ્મદ બશીરે કહ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે તે ખુશીની વાત છે. હું પાકિસ્તાન જીતે તેવી પ્રાર્થના કરું છું પણ એમએસ ધોની મારો ફેવરિટ છે. મને આશા છે કે પાકિસ્તાન મેચ જીતશે અને પાકિસ્તાનના લોકો પણ સેલિબ્રેશન કરશે. બીજી તરફ ભારતીય ક્રિકેટ ચાહકોમાં પણ ઉત્સાહ છે અને આ મેચ પર આજે હજારો કરોડનો સટ્ટો રમાશે.
(4:24 pm IST)