Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ઈરાનમાં સ્ટેજ પર ચઢી એક વ્યક્તિએ પ્રાંતીય ગવર્નરને થપ્પડ મારી તેની પત્નીને એક પુરુષ ડૉક્ટર દ્વારા કોરોના વાયરસની રસી અપાતા હતો નારાજ

ઈરાનમાં એક વ્યક્તિ સ્ટેજ પર ચઢી ગયો અને બધાની સામે પ્રાંતીય ગવર્નરને થપ્પડ મારી દીધી. તે જ સમયે, થપ્પડ મારવાનું કારણ જાણીને, તમે માની નહી શકો કે આવુ પણ કંઇ થાય. વાસ્તવમાં, આ ઈરાની વ્યક્તિ પ્રાંતીય ગવર્નરથી નારાજ હતો કારણ કે તેની પત્નીને એક પુરુષ ડૉક્ટર દ્વારા કોરોના વાયરસની રસી આપવામાં આવી હતી.

અહીં નોંધવા જેવી બાબત એ છે કે પ્રાંતીય ગવર્નર શપથ લઈ રહ્યા હતા. આબેદિન ખોરમને  ઉત્તર -પશ્ચિમ ઈરાનમાં પૂર્વ અઝરબૈજાન પ્રાંતના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

શપથ ગ્રહણ સમારોહ દરમિયાન સશસ્ત્ર દળોના સભ્ય દ્વારા આબેદિન ખોરમને થપ્પડ મારવામાં આવી હતી. ખોરમ IRGCનો ભૂતપૂર્વ પ્રાંતીય કમાન્ડર છે અને ભૂતકાળમાં સીરિયન બળવાખોર દળો દ્વારા તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. જેમ જેમ ખોર્રમ તેમના ઉદ્ઘાટન ભાષણ માટે સ્ટેજ પર ચડ્યા, તે માણસ સ્ટેજ પર આવ્યો અને તેણે ખોર્રમના ચહેરા પર થપ્પડ મારી. થપ્પડનો અવાજ આખા હોલમાં સંભળાયો, કારણ કે આ દરમિયાન પોડિયમમાં માઈક ચાલુ હતું અને તેના કારણે અવાજ બધાને સંભળાયો

(5:04 pm IST)