Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

કેરળ બાદ હવે ઉત્તરપ્રદેશમાં ઝીકા વાયરસે દસ્તક દીધી:કાનપુરમાં ઝીકા વાયરસનો એક કેસ નોંધાયો

આરોગ્ય વિભાગ એલર્ટ : દર્દી અને તેની નજીકના 22 લોકો તેમજ તેની સારવાર કરતા સ્ટાફને પણ હાલ અલગ રખાયો :તમામના નમૂનાઓ તપાસ માટે KGMU લખનઉ મોકલાયા

કેરળ બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ ઝીકા વાયરસે દસ્તક દઇ દીધી છે. કાનપુરમાં ઝીકા વાયરસનો એક દર્દી સામે આવ્યો છે. માહિતી મળ્યા બાદ હાલમાં આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઇ ગયું છે. દર્દી અને તેની નજીકના 22 લોકો તેમજ તેની સારવાર કરતા સ્ટાફને પણ હાલ અલગ રાખવામાં આવ્યાં છે. આ તમામના નમૂનાઓ પણ તપાસ માટે KGMU લખનઉ મોકલવામાં આવ્યાં છે.

57 વર્ષીય એમએમ અલી એરફોર્સના કર્મચારી છે. 19 ઓક્ટોબરના રોજ તેને ડેન્ગ્યુ, તાવના લક્ષણો જણાયા બાદ તેઓને સેવન એરફોર્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. પરંતુ જ્યારે સ્થિતિમાં સુધારો ન થયો, ત્યારે તેમના ટેસ્ટ માટે સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલોજી પુણે ખાતે મોકલવામાં આવ્યાં હતાં. અહીં તપાસ કર્યા બાદ શનિવારે મોડી રાત્રે એવું જાણવા મળ્યું કે દર્દી ઝીકા પોઝિટિવ છે. ઝીકા વાયરસની પુષ્ટિ થયા બાદ દિલ્હીના નિષ્ણાંતોની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી. આ સાથે જ દર્દીના સંપર્કમાં આવેલા લોકોના નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યાં. હાલમાં, ઝીકા ચેપને રોકવા માટે 10 ટીમોની રચના પણ કરવામાં આવી છે.

(7:16 pm IST)