Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

હરિયાણાના ગુરુગ્રામ, ફરીદાબાદ,તથા 9 જિલ્લાઓના જંગલમાં ખડકાયેલા બાંધકામો તોડવાનું કામ વ્યવહારુ નથી : આ વિસ્તારોમાં શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, પોલીસ સ્ટેશન, રસ્તાઓ, સરકારી ઇમારતો ,તથા રહેણાંક મકાનો છે : 2018 ની સાલના સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સુધારો કરવા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની નામદાર કોર્ટને અરજ

ન્યુદિલ્હી : 2018 ની સાલના સુપ્રીમ કોર્ટના ચુકાદામાં હરિયાણાના જંગલ વિસ્તારમાંથી ગેરકાયદે બાંધકામોનું  ડિમોલિશન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો . જેના અનુસંધાને મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે સરકારે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, હરિયાણાના ગુરુગ્રામ, ફરીદાબાદ,તથા 9 જિલ્લાઓના જંગલમાં ખડકાયેલા બાંધકામો તોડવાનું કામ વ્યવહારુ નથી . આ વિસ્તારોમાં  શાળાઓ, કોલેજો, હોસ્પિટલો, પોલીસ સ્ટેશન, રસ્તાઓ, સરકારી ઇમારતો ,તથા રહેણાંક મકાનો છે.જેનું ડિમોલિશન ગંભીર પરિણામો લાવી શકે છે.જે બાબત રાજ્ય સરકારની ક્ષમતાની બહારની છે.કારણકે આ ચુકાદાને કારણે રાજ્યના લગભગ 40 ટકા ભૌગોલિક વિસ્તાર પર બાંધકામો અને માળખાને તોડી નાખવા પડશે.

2018 ના ચુકાદા પ્રમાણે, ગુરુગ્રામ, ફરીદાબાદ, પંચકુલા, અંબાલા અને યમુનાનગર સહિત અગિયાર જિલ્લાના 100 ટકા વિસ્તારને પંજાબ જમીન સંરક્ષણ અધિનિયમ હેઠળ વન જમીન તરીકે ગણવામાં આવશે. (PLP એક્ટ) અને આવી જમીન પરના તમામ બાંધકામોને તોડી પાડવાના રહેશે, .
ઉલ્લેખનીય છે કે 5 ઓક્ટોબર, 2021 ના સર્વોચ્ચ અદાલતના આદેશના જવાબમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:54 pm IST)