Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની પોલીસ એક્શન મોડમાં : લવ જેહાદમાં સઁડોવાયેલ ૧૧ આરોપીઓને જેલ ભેગા કરાયા

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની પોલીસ એક્શન મૂડમાં આવી ગઈ છે કાનપુરમાં લવ જેહાદના બનાવનાર ૧૧ આરોપીઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે.

દરમિયાન સિટ દ્વારા કાનપુરમાં કથિત લવ જેહાદ મામલાઓ ઉપર પોતાનો અહેવાલ ફાઇલ કરેલ છે. કાનપુર રેન્જના આઈજી મોહિત અગ્રવાલના જણાવ્યા મુજબ, કુલ 11 કેસોમાં 13 છોકરીઓ સામેલ હતી. તેમાંથી 3 છોકરીઓ પુખ્ત વયની હતી જેમણે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી લગ્ન કર્યા, બાકીના કિસ્સામાં 8 છોકરીઓ સગીર છે.આ છોકરીઓના શારીરિક શોષણમાં સામેલ તમામ 8 છોકરા સહિત 11ને જેલમાં મોકલી દેવાયા છે. ઉત્તર પ્રદેશ સરકાર અત્યારે લવ જેહાદ વિરુદ્ધ આકરા કાયદા લાવવાની તૈયારી કરી રહી છે

(12:00 am IST)