Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

પશ્ચિમમાં પરિવર્તન

નોકરિયાત-મહિલાઓને હવે ઘર -પરિવાર સંભાળવાં છે

પશ્ચિમી દેશોમાં હવે મહિલાઓ ઘર અને નોકરી, એમ બંનેના બોજથી થાકી ગઇ છે

ન્યુર્યોક,તા. ૨૪: એક તરફ અમુક સમાજો પરિવાર  -સંભાળતી મહિલાઓનાં સૌથી વધુ શોષણ અને ગુલામીના કારણ તરીકે બતાવ્યું છે. ત્યારે બીજી બાજુ પરંપરાગત પત્ની ઝુંબેશમાં માથું ઉચકી રહી છે. આમાં રસપ્રદ બાબત એ છે કે આ ઝુંબેશમાં એવી મહિલાઓ પણ જોડાઇ રહી છે. જે ઉચ્ચ શિક્ષિત અને પોતપોતાના ક્ષેત્રમાં બહુ સફળ રહી છે. પશ્ચિમી દેશોમાં હવે મહિલાઓ ઘર અને નોકરી, એમ બંનેના બોજથી થાકી ગઇ છે. તેઓ ઉંચા પગાર છોડીને ઘર-પરિવારની સંભાળ લેવા તરફ પ્રયાણ કરી રહી છે.

હાલમાં જ યોજાઇ ગયેલી અમેરિકી પ્રમુખપદની ચૂંટણી -૨૦૨૦માં ઉપપ્રમુખ તરીકે કમલા હેરિસની જીતને વિશ્વભરમાં નારીવાદીઓ પોતાની જીદ તરીકે જોઇ રહી છે. અમેરિકાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ અલ ગોરનાં પત્ની ૧૯૯૩થી અમેરિકન મહિલાઓ માટે 'પરિવારમાં વાપસી' માટે આંદોલન ચલાવી રહ્યા છે. એ સંયોગ છે કે કમલા હેરિસની જેલ અલ ગોર પણ ડેમોક્રિેટિક પાર્ટીનાં હતા.

મોટા સમાજવિજ્ઞાનીઓ, મનોવિજ્ઞાનીઓ અને બાળકો માટે કામ કરતી સંસ્થાઓનું કહેવું છે કે જો બાળકોને નશાના જોખમથી બચાવવા હોય, અપરાધની દુનિયાથી દૂર રાખવા હોય અને તેમને સારા જવાબદાર નાગરિક બનાવવા હોય તો આ આંદોલનનો મુખ્ય ચહેરો એલેના પેરિટ છે. તેઓ બ્રિટનમાં રહે છે અને મશહૂર બ્લોગર છે તથા લેખિકા પણ છે. તેઓ કહે છે જે મહિલાઓ પરિવારની જવાબદારી નિભાવવા ઇચ્છે છે. પોતાના સંતાનો તથા ઘરની સંભાળ લેવા ઇચ્છે છે. મોટી સંખ્યામાં મહિલાઓ પરિવારોને પસંદ કરવા લાગી છે. એલેનાની મીડિયામાં બહુ ટીકા થઇ રહી છે. યુરોપના એક ન્યુઝપેપરે તો મહિલાઓનાં આ પ્રકારના વિચારોને 'નાઝી વિચાર' તરીકે ઓળખાવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિકસિત દેશોમાં મહિલાઓએ બહુ કામ કરવું પડે છે.

(10:13 am IST)