Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

પેટ્રોલ- ડીઝલ વધુ મોંઘા : સતત પાંચમા દિવસે ભાવમાં વધારો ઝીકાયો : પેટ્રોલમાં 6 પૈસા અને ડીઝલમાં લીટરે 16 પૈસા વધ્યા

નવી દિલ્હી : સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં  વધારવાનું શરૂ કરી દીધું છે. આજે સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે. રાજધાની દિલ્હીમાં મંગળવારે પેટ્રોલમાં 6 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 16 પૈસા પ્રતિ લીટરનો વધારો જોવા મળ્યો. તેને કારણે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 81.59 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 71.41 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો. છે

સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાસાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ તેનો ભાવ લગબગ બમણો થઈ જાય છે

દિલ્હી- પેટ્રોલ 81.59 રૂપિયા અને ડીઝલ 71.41 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ- પેટ્રોલ 88.29 રૂપિયા અને ડીઝલ 77.90 રૂપિયા પ્રતિ લીટર છે.કોલકાતા- પેટ્રોલ 83.15 રૂપિયા અને ડીઝલ 74.98 રૂપિયા પ્રતિ લીટર છે.
ચેન્નઈ- પેટ્રોલ 84.64 રૂપિયા અને ડીઝલ 76.88 રૂપિયા પ્રતિ લીટર છે.

(10:17 am IST)