Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

૨૪ કલાકમાં ૩૭ હજાર કેસઃ ૪૮૦ દર્દીનાં મોત

૮૬ લાખ દર્દી સાજા થયા, હાલમાં ૪.૩૮ લાખ એકિટવ કેસ

નવી દિલ્હી, તા.૨૪: મંગળવાર સવારે કોરોના વાયરસ સંક્રમણના નવા કેસોના આંકડાઓએ આંશિક રાહત આપી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા વધરવામાં આવી છે પરંતુ સારી બાબત એ છે કે સંક્રમિતોનો આંક ૪૦ હજારથી નીચે રહ્યો છે અને મૃત્યુઆંક પણ ૫૦૦થી નીચે નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૩૭,૯૭૫ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૮૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૯૧,૭૭,૮૪૧ થઈ ગઈ છે.

 નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૮૬ લાખ ૪ હજાર ૯૫૫ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલમાં ૪,૩૮,૬૬૭ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૩૪,૨૧૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.  ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૩ નવેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૩,૩૬,૮૨,૨૭૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં ૧૦,૯૯,૫૪૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 ગુજરાતમાં કોરોના વાયરસના કેસ બેકાબૂ બની રહ્યા છે તેવામાં ૨૩જ્રાક નવેમ્બરે સોમવારે સાંજે ૧૪૮૭ નવા કેસ નોંધાયા છે જયારે ૧૭ દર્દીના મૃત્યુ થયા છે. રાજયમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદમાં ૩૧૯ નવા કેસ નોંધાયા છે જયારે સુરત શહેરમાં ૨૧૭ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં રાજયમાં ૧૭ દર્દીનાં મોત થયા છે. રાજયમાં કુલ કેસનો આંકડો ૧,૯૮૮૯૯ પર પહોંચી ગયો છે.

અમેરિકામાં કોરોના સતત બેકાબુ : છેલ્લા ૨૪ કલાકમાં પોણા બે લાખ નવા કેસો

અમેરીકા    :    ૧,૭૨,૧૦૩ નવા કેસો

ભારત       :    ૩૭,૯૭૫ નવા કેસો

રશિયા      :    ૨૫,૧૭૩ નવા કેસો

ઇટાલી      :    ૨૨,૯૩૦ નવા કેસો

બ્રાઝિલ      :    ૧૬,૬૦૩ નવા કેસો

ઈંગ્લેન્ડ     :    ૧૫,૪૫૦ નવા કેસો

જર્મની      :    ૧૪,૫૩૭ નવા કેસો

કેનેડા       :    ૭,૦૫૨ નવા કેસો

ફ્રાન્સ        :    ૪,૪૫૨ નવા કેસો

જાપાન      :    ૨,૧૭૯ નવા કેસો

યુએઈ       :    ૧,૦૬૫ નવા કેસો

સાઉથ કોરીયા   :        ૨૭૧ નવા કેસો

હોંગકોંગ    :    ૭૩ નવા કેસો

ઓસ્ટ્રેલિયા  :    ૧૪ નવા કેસ

ન્યુઝીલેન્ડ   :    ૨ નવા કેસ

દેશમાં સરકારી આંકડાઓ મુજબ કોરોના કાબુમાં આવવા લાગ્યો : ૨૪ કલાકમાં માત્ર ૩૭,૯૭૫ કેસ

નવા કેસો   :    ૩૭,૯૭૫

નવા મૃત્યુ   :    ૪૮૦

સાજા થયા  :    ૪૨,૩૧૩

કુલ કોરોના કેસો :        ૯૧,૭૭,૪૮૦

એકટીવ કેસો    :        ૪,૩૮,૬૬૭

કુલ સાજા થયા  :        ૮૬,૦૪,૯૫૫

કુલ મૃત્યુ    :    ૧,૩૪,૨૧૮

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૧,૨૭,૭૭,૧૭૪ કેસો

ભારત       :    ૯૧,૭૭,૮૪૦ કેસો

બ્રાઝીલ     :    ૬૦,૮૮,૦૦૪ કેસો

(ન્યુઝ ફર્સ્ટ)

(2:42 pm IST)