Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

શું કહ્યું ઓકસફોર્ડના ટોપના વૈજ્ઞાનિકે

શું કોરોનાની લડાઇમાં ખુશ થવાનો સમય આવી ગયો છે ?

નવી દિલ્હી તા. ૨૪ : કોરોનાની વિરુદ્ઘની લડાઈને જીતવાનો સમય નજીક આવી રહ્યો છે. જેમાં ઓકસફોર્ડ યૂનિવર્સિટીની સાથે મળીને રસી બનાવી રહેવી એસ્ટ્રાઝેન્કાએ કહ્યું કે તેમણે બનાવેલી રહી ટ્રાયલ દરમિયાન ૯૦ ટકા સફળ રહી છે. આના ટ્રાયલ દરમિયાન પહેલા અડધો ડોઝ અને પછી ફૂલ ડોઝ આપવામાં આવ્યો હતો. આ અંગે ઓકસફોર્ડ યુનિવર્સિટીના હ્યૂમન જીનેટિકસના પ્રોફેસર એડ્રિયન હિલે કેટલાક સવાલોના રસપ્રદ જવાબ આપ્યા છે.

૧. શું કોરોનાની વિરૂદ્ઘ હવે ખુશ થવાનો સમય આવી     ગયો છે?

એડ્રિયન હિલ- હા. આપણે ખુશ થઈ શકીએ છીએ. આપણે ટ્રાયલ  દરમિયાન જેમને રસી આપી છે તેમને અત્યાર સુધી હોસ્પિટલ જવાની જરુર નથી પડી. અમે તેને પદ્ઘતિવાર ડોઝ આપ્યા છે. મને લાગે છે કે આ સાચે જ સારા સમાચાર છે કે દુનિયામાં અત્યારે ૩ કારગત રસી અંતિમ ચરણમાં છે. એસ્ટ્રાઝેન્કા, મોર્ડના અને ફાઈઝર.

૨. શું ઓકસફોર્ડની રસીના સ્ટોરેજ માટે વધારે સખ્ત કોલ્ડ સ્ટોરેજની જરુર નથી પડતી?

- હા. તમારે રસીને ફ્રીજના તાપમાનમાં રાખવાની જરુર હોય છે. અનેક વાર ડીપ ફ્રીજ કરવુ પડે છે. દુનિયાભરમાં આનું વિતરણ હાલમાં રહેલા રસી વિતરણ સિસ્ટમમાં કરી શકાય છે.

૩. આ રસીની અંદાજીત કિંમત શું હોઈ શકે ?

- વધારે આવક ધરાવતા દેશો માટે મહામારી દરમિયાન તેની કિંમત ૩ ડોલર પ્રતિ રસી રહેવાની આશા છે. મહામારી બાદ નીચલી આવક વર્ગ વાળા દેશોમાં તેની કિંમત એટલી જ રહેવાની આશા છે. પણ બની શકે કે ધનવાન દેશોમાં રસી નિર્માતા થોડોક ફાયદો કમાય.

૪. ઈમરજન્સી ઉપયોગ  માટે રસી કયાં સુધીમાં તૈયાર થશે

- બહું જલ્દી અમે ઈમરજન્સી ઉપયોગ માટે પરવાનગી માંગીશું. અમે લોક ભારતમાં પોતાના પાર્ટનર સીરમ ઈન્સ્ટીટ્યૂટ અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની સાથે કામ કરી રહ્યા છીએ. જલ્દી આગળ વધીશું.  જાન્યુઆરીના શરુઆતના દિવસો સુધામાં અમારુ લક્ષ્ય છે. પરંતુ સામુહિક સ્તર પર રસીકરણમાં હજું થોડો સમય લાગી શકે છે. ભારત એક મોટો દેશ છે.

૫. રસી બનાવવામાં ઘણો સમય લાગે છે આટલી જલ્દી કેવી રીતે મળી સફળતા?

- અમારા વિદ્યાર્થીઓને આમાં ૧૦ વર્ષ લાગ્યા હતા. અમે હવે ૧૦માં મહિનામાં છીએ. આ પહેલાની રીતથી અનેક રીતે અલગ છે. આ વખતે ફંડ લગાવનારા, નિયામક સંસ્થાઓ, આતંરરાષ્ટ્રીય એજન્સીઓએ મદદ કરી છે. આ વખતે કિલનિકલ પ્રોસેસને ઓવર લેપ કરવાની પરવાનગી મળી છે. લગભગ ૨૭૦ લોકોએ રાત દિવસ કામ કર્યું છે. આ ઉપરાંત ફકત બ્રિટનમાં જ ૧૯ જગ્યાઓ પર ટ્રાયલ થઈ રહ્યું છે. બ્રાઝિલમાં ૧ હજાર લોકોને રસી આપવામાં આવી છે. દક્ષિણ આફ્રીકામાં પણ પ્રક્રિયા ચાલી રહી છે. અમેરિકામાં ૧૦ હજાર લોકોને રસી આપવામાં આવી છે. કેન્યાએ શરુ કરી દીધી છે. ભારતમાં સીરમ કરી રહી છે.

૬. શું તમે આ સફળતાનું સેલિબ્રેશન શરુ કરી દીધું છે?

- અમે લોકો હજુ સુધી ફિનિશિંગ લાઈન સુધી નથી પહોંચ્યા. પરંતુ અમે છેલ્લો પડકાર પાર કરી લીધો છે. અમે આવનારા કેટલાક અઠવાડીયા કાગળ કાર્યવાહીના રહેશે. જે ઘણા વ્યરસ્ત રહેવાના છે. અમને આશા છે કે અમે આવનારા વર્ષના અંત સુધીમાં સેલિબ્રિેશન કરીશું.

(11:51 am IST)