Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

મધ્યપ્રદેશથી સુરત જતી બસને અકસ્માત : સેગાગાંવ નજીક ગોગલવાડી ફાટક પાસે ટ્રેકટરને બચાવવા જતા બસ બેકાબુ બની : 20થી વધુ લોકોને ઇજા

મધ્યપ્રદેશઃ રાજ્યના ખારગોનથી સુરત તરફ જઇ રહેલી બસ સેગાગાંવ નજીક ગોગલવાડી ફાટક પાસે ટ્રેક્ટરને બચાવતી વખતે અચાનક બેકાબૂ થઈ ગઈ હતી. જેમાં 60 થી વધુ લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોની મદદથી ઈજાગ્રસ્તોને સીગાવ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે.

(12:31 pm IST)