Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

97 વર્ષના સ્વાતંત્ર્ય સેનાનીનું પેનશન હજુ સુધી મંજુર નહીં કરવા બદલ મદ્રાસ હાઇકોર્ટે કલેકટર તથા તહેસીલદારનો ઉધડો લીધો : અવારનવાર આ જગ્યાએથી સૂચનાઓ અપાયા છતાં અધિકારી બાબુઓ અમલ કરતા નથી : આપણે જે સ્વતંત્રતાનો સ્વાદ માણીએ છીએ તે આ સ્વાતંત્ર્ય સેનાનીઓને આભારી છે : નામદાર જજે સરકાર વતી બુઝર્ગ સ્વાતંત્ર્ય સેનાનીની માફી માંગી તેમને તાત્કાલિક ન્યાય મળે તે માટે સરકારી અધિકારીઓને હુકમ કર્યો

મદ્રાસ : 97 વર્ષના એક સ્વાતંત્ર્ય સેનાનીએ વર્ષો સુધી ધક્કા ખાધા પછી પણ કોઈને કોઈ બહાના હેઠળ વાંધા વચકા કાઢી  પેનશન હજુ સુધી મંજુર નહીં થતા તેણે મદ્રાસ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

બુઝર્ગ સ્વાતંત્ર્ય સેનાનીને આટલા વર્ષો સુધી પેનશન મંજુર નહીં કરાતા નામદાર જજે ડીસ્ટ્રીકટ કલેકટર તથા તહેસીલદારનો  ઉધડો લીધો હતો.તથા જણાવ્યું હતું કે   અવારનવાર આ જગ્યાએથી સૂચનાઓ અપાયા છતાં અધિકારી બાબુઓ અમલ કરતા નથી તે બાબત શરમજનક છે . આ બાબુઓ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની સ્વાતંત્ર્ય સેનાનીઓને આપવાના થતા પેંશનનની પોલિસી સમજવાની કોશિશ કરતા નથી અને તુમારશાહી વચ્ચે તેઓની માંગણી વર્ષો સુધી અટવાઈ રહે છે.

97 વર્ષની વ્યક્તિને હાઇકોર્ટમાં અરજી કરવી પડે તે બાબત ખુબ જ દુઃખદ છે.નામદાર જજે  સરકારી અધિકારીઓને જણાવ્યું હતું કે આપણે જે સ્વતંત્રતાનો સ્વાદ માણીએ છીએ તે આ સ્વાતંત્ર્ય સેનાનીઓની નિસ્વાર્થ દેશસેવાને આભારી છે તે ભૂલવું ન જોઈએ.

નામદાર કોર્ટે તાત્કાલિક આ સેનાનીને ન્યાય આપવા કલેકટર તથા તહેસીલદારને હુકમ કર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:41 pm IST)