Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

હાલાત સામે હામ : યુપી પેરા ક્રિકેટ ટીમનો કેપ્ટને રીક્ષા ચલાવવાનું શરૂ કરી દીધુ

ગાજીયાબાદ : યુપીના પેરા ક્રિકેટ ટીમના કેપ્ટન રાજાબાબુએ કોરોના કાળમાં ગાજીયાબાદના રસ્તા પર ઇ-રીક્ષા ચલાવવાનુ઼ શરૂ કરી દીધુ છે. અકસ્માતે ૭ વર્ષની ઉંમરમાં પગ ગુમાવનાર રાજબાબુ ડીસેબલ્ડ બન્યા પછી ક્રિકેટ રમવાનું શીખ્યા. ટીમ કપ્તાન બન્યા. પરંતુ કોરોના લોકડાઉનમાં ફરી તેમની જીંદગીએ ફરી કરવટ બદલી. પહેલા બુટ પાલીસ અને હવે ઇ-રીક્ષા ચલાવી જીવન ગુજારો કરી રહ્યા છે.

(3:29 pm IST)
  • ઝડપી અને સસ્તા દરમાં કોરોના ટેસ્ટનો પ્રારંભ કરાવતા અમિતભાઈ ગૃહમંત્રી અમિતભાઈ શાહે નવી દિલ્હી ખાતે, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના હેડકવાટર ઉપર માત્ર 499 રૂપિયામાં કોવિડ આરટી-પીસીઆર ટેસ્ટનો પ્રારંભ કરાવ્યો; 6 કલાકમાં કોવિડ ટેસ્ટનું પરિણામ: પ્રથમ તબક્કામાં, આવી 20 લેબ્સ ઉભી થવાની સંભાવના છે: દરેક લેબ એક દિવસમાં 1000 કોવિડ ટેસ્ટ કરવા માટે સક્ષમ છે access_time 8:41 am IST

  • પાક.નો બેટસમેન ફખર ઝમાન ન્યુઝીલેન્ડની ટૂરમાંથી આઉટ : લાહોર : પાકિસ્તાનના બેટસમેન ફખર ઝમાનને તાવ આવતા તે ન્યુઝીલેન્ડના પ્રવાસમાંથી બહાર થઇ ગયો છે. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ૧૮ ડીસેમ્બરથી ત્રણ ટી-ર૦ અને બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાનાર છે. access_time 2:35 pm IST

  • મનોજ સીસોદીયા ઉપર ભાજપ બરાબર તૂટી પડ્યુઃ દિલ્હીના ઉપમુખ્યમંત્રી 'આપ' પક્ષના મનીષ સીસોદીયા એક લગ્નમાં 'માસ્ક' પહેર્યા વિના ઉપસ્થિત રહેતા ભાજપે ટ્વીટમાં લખ્યુ છે કે 'ચલણ માત્ર જનતા ભરશે અને આપ તે પૈસાની જાહેરાત આપશો' access_time 3:48 pm IST