Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

કેન્દ્ર સરકારની વધુ એક ડીઝીટલ સ્ટ્રાઇક : જેક માની અલીબાબા સહીત વધુ 43 મોબાઇલ એપ પર મુક્યો

અગાઉ ત્રણ વખત મળીને કુલ 220 જેટલી મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ મુક્યો હતો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ચાઇનીઝ એપ પર વધુ એક ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. કેન્દ્રએ વધુ 43 મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે 69એ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદા અંતર્ગત આ નિર્ણય લીધો છે. આ ચોથી વખત છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ચાઇનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પહેલા ત્રણ વખત મળીને કુલ 220 જેટલી મોબાઇલ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આજે વધુ 43 એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે

સરકારે આ પગલુ સૂચના પ્રૌધોગિકી કાયદાની કલમ 69એ હેઠળ ઉઠાવ્યુ છે. સરકારે આ મામલે કહ્યુ છે કે આ એપ્સ વિરૂદ્ધ આ કાર્યવાહી ભારતની સંપ્રભુતા, અખંડતા, સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે પૂર્વાગ્રહી ગતિવિધિઓમાં સંલગ્ન રહેવાની જાણકારીના આધાર પર કરવામાં આવી છે.

આ પહેલા ભારત સરકાર ત્રણ વખત એપ્સ પર પ્રતિબંધ મુકી ચુકી છે. સરકારે 29 જુલાઇએ ચીનની 48 એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. જેમાં લોકપ્રિય એપ્લિકેશન ટિકટોક પણ સામેલ હતી. તે બાદ 28 જુલાઇએ સરકારે ફરી કાર્યવાહી કરતા 59 એપ્સ પર રોક લગાવી દીધી હતી. બીજી તરફ બે સપ્ટેમ્બરે ફરી એક વખત આવુ પગલુ ભરતા કેન્દ્ર સરકારે PUBg સહિત 118 ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો.

(5:54 pm IST)