Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ગુજરાત મ્યુનિ, કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડદીઠ એક ઉમેદવાર મુદ્દે સુપ્રીમકોર્ટમાં સુનવણી શરૂ : જાન્યુઆરીમાં આવશે અંતિમ ચુકાદો

કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે પાંચ વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ સમક્ષ આ મામલે અરજી કરી હતી

નવી દિલ્હી : ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં વોર્ડદીઢ 4ને બદલે એક જ ઉમેદવાર ઉભો રાખવાના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરુ થઇ છે જેનો અંતિમ ચુકાદો જાન્યુઆરીમાં આવવાની સંભાવવાના છે

કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવતે પાંચ વર્ષ પહેલાં સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ સમક્ષ આ મામલે અરજી કરી હતી. ત્યારથી પડતર આ અરજી 23મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાઇ હતી.

ગુજરાત સરકાર/ ગુજરાત ચૂંટણીપંચે 23 ગઇ કાલે જવાબ ફાઇલ કર્યો હતો. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જાન્યુઆરીના પહેલાં કે બીજા સપ્તાહમાં કેસની અંતિમ સુનાવણી થશે.

તે પહેલાં અરજદારના વકીલ અને કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલ ગુજરાત સરકાર અને રાજ્ય ચૂંટણી પંચના પ્રશ્નોનો જવાબ આપશે.

 

અરજદાર નરેન્દ્ર રાવતે આરોપ મૂક્યો છે કે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર અને ચૂંટણીપંચ સામે અમારી અરજી 2015થી પેન્ડિંગ છે. પરંતુ રાજ્ય સરકાર જવાબમાં વિવિધ કારણો જણાવી ચાલ રમી રહી છે.

તેમજ સુનાવણીમાં વિલંબ થાય તે માટે છેલ્લા ત્રણ મહિનાથની ત્રણ તારીખોમાં જવાબ જ આપ્યા નહીં. છેવટે ચોથી તારીખે જવાબ રજૂ કર્યો છે. અમારા એડવોકેટ કપિલ સિબ્બલ અને હરિન રાવલ, આનંદો મુખર્જી, અને અનિરુધ્ધ શર્મા સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવા મુદત માંગશે

ગુજરાત સરકાર કોરોનાની બાબતમાં પ્રજામાં જુઠ્ઠું બોલે છે અને સબ સલામતની વાતો કરે છે. તેમજ સુપ્રીમ કોર્ટમાં લેખિતમાં કબૂલીને કોરોનામાં ભયંકર પરિસ્થિતિ હતી તેમાં પણ 29 ટકાનો વધારો થયો છે.

જેથી ચૂંટણી કમિશનરે 3 મહિના ચૂંટણી પાછી ઠેલી છે. વર્ષ 2015ની પિટીશનમાં 5 વર્ષે ચૂંટણી યોજવાની હોય છે. પરંતુ આ વખતે 5 વર્ષે ચૂંટણી નહિ યોજાય તેવી વાત કરી વાહિયાત કારણો રજૂ કરી 5 વર્ષથી ચાલતી પિટીશનમાં સ્ટેની માંગણી કરી છે.

 

રાજ્ય ચૂંટણીપંચ અને સરકારે એક વોર્ડમાં વધુ બેઠકોની મલ્ટિપલ સિસ્ટમ પહેલેથી જ છે. તેવી લેખિત રજૂઆત કરી છે. જે દલીલ જ વાહિયાત છે, કારણ કે 1993માં બંધારણના એક્ટ 73 અને 74માં સુધારો કરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સ્વાયત્ત કરી બંધારણીય દરજ્જો આપેલ છે.

જેથી આ ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ/ગુજરાત સરકારના લેખિત પ્રશ્નનો કાઈ મતલબ રહેતો નથી. તેમ છતાં આવા પ્રશ્નો પૂછી પિટીશન-લંબાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

(10:23 pm IST)