Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા સંબંધિત માનવ અધિકારો જોખમમાં છે: યુએસ કમિશનને લગાવ્યો મોટો આરોપ

 રિપોર્ટમાં કહેવાયું છે કે, “2021માં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ ખુબ જ ખરાબ થઈ :2021માં ભારતે હિન્દૂ રાષ્ટ્રવાદ એજન્ટાને પ્રોત્સાહન આપીને એવી નીતિઓનો પ્રચાર કર્યો

વોશિંગ્ટન:યુનાઈટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (યુએસસીઆઈઆરએફ)એ આરોપ લગાવ્યો છે કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અને સંબંધિત માનવ અધિકારો જોખમમાં છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ભારતે અગાઉ યુએસસીઆઈઆરએફની ટિપ્પણીઓને પક્ષપાતી અને અચોક્કસ ગણાવીને નકારી કાઢી હતી. જો કે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ માટે તેની ભલામણોનો અમલ કરવો ફરજિયાત નથી.

આ વર્ષે એપ્રિલમાં USCIRF તેના 2022 વાર્ષિક અહેવાલમાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટને ‘ખાસ ચિંતાના’ દેશોની યાદીમાં ભારતને સામેલ કરવાની ભલામણ કરી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, “2021માં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ ખુબ જ ખરાબ થઈ ગઇ હતી. 2021માં ભારતે હિન્દૂ રાષ્ટ્રવાદ એજન્ટાને પ્રોત્સાહન આપીને એવી નીતિઓનો પ્રચાર કર્યો, જેનાથી મુસ્લિમો, ખ્રિસ્તીઓ, શિખો, દલિતો અને અન્ય ધાર્મિક અલ્પસંખ્યકો પર નકારાત્મક પ્રભાવ પડ્યો છે.”

સાથે જ તેમને કહ્યું હતું કે, “(ભારતીય) સરકારે વર્તમાન અને નવા કાયદાઓ અને દેશના ધાર્મિક લઘુમતીઓ માટે પ્રતિકૂળ માળખાકીય ફેરફારો દ્વારા રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે હિન્દુ રાષ્ટ્રની તેની વૈચારિક દ્રષ્ટિનું આયોજન કરવાનું ચાલુ રાખ્યું છે.”

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે અત્યાર સુધી કમિશનની ભલામણો સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

આ વર્ષની શરૂઆતમાં પોતાની ભલામણો બીજી વખત ઉચ્ચારીને યૂએસસીઆઆરએફે કહ્યું હતુ કે, જો ભારતને વિશેષ ચિંતાવાળા દેશોની યાદીમાં નાંખવામાં આવશે તો આનાથી ભારત સરકાર ધાર્મિક સ્વતંત્રતાનો ઉલ્લંઘન કરનારા અને ધાર્મિક વિભાજનને પ્રોત્સાહન કરનારી નીતિઓને નજર અંદાજ કરવા માટે પ્રોત્સાહિત થશે.

યૂએસસીઆઈઆરએફે ભારત પર પોતાની છ પેજની કન્ટ્રી અપડેટ રિપોર્ટમાં ત્રણ વખત ભારતીય નક્શો પ્રકાશિત કર્યો છે. જોકે, બે નક્શા વિકૃત છે અને ભારતના વાસ્તવિક ભૌગોલિક માનચિત્રને દર્શાવતા નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2022માં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ ખુબ જ ખરાબ રહી. વર્ષ દરમિયાન ભારત સરકારે રાષ્ટ્રીય રાજ્ય અને સ્થાનિક સ્તર પર ધર્માંતરણ, આંતર ધાર્મિક સંબંધો અને ગૌહત્યાને નિશાનો બનાવનારી નીતિઓને પ્રોત્સાહન આપ્યું અને લાગું કર્યું. જેમને મુસ્લિમ, ઈસાઇ, શિખ, દલિત અને આદિવાસીઓને નકારાત્મક રૂપથી પ્રભાવિત કર્યા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય સરકારે ટીકાકારોના અવાજને દબાવવાનું ચાલું રાખ્યું- વિશેષ ધાર્મિક અલ્પસંખ્યકો અને તેમની ભલામણ કરનારાઓની મોનિટરિંગ કરવી, ઉત્પીડન, સંપત્તિ તોડી પાડવી, યાત્રા પ્રતિબંધ અને યૂએપીએ હેઠળ કસ્ટડીમાં લેવા અને એફસીઆરએ હેઠળ એનજીઓને નિશાના બનાવવાનું શરૂ કર્યું.

રિપોર્ટ કહે છે કે, અસમ રાજ્યમાં પ્રસ્તાવિક રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી)ના પાયલોટ અમલીકરણે મુસલમાનો વચ્ચે નાગરિકતા ગુમાવવાની આશંકાને યથાવત રાખ્યું છે, જે નાગરિકતા (સંશોધન) અધિનિયમ (સીએએ) હેઠળ પહેલાથી જ અસુરક્ષાની આશંકાઓથી પીડિત હતા.

આ વર્ષ જૂલાઈમાં યૂએસસીઆઈઆરએફના રિપોર્ટ પર પ્રતિક્રિયા આફતા વિદેશ મંત્રાલયે કહ્યું હતુ, યૂએસસીઆઈઆરએફ દ્વારા ભારત પર પક્ષપાતપૂર્ણ અને ખોટી ટિપ્પણીઓ કરવામાં આવી છે.

(9:46 pm IST)