Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૪૪

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ધીરજ

‘‘પ્રેમમા ધીરજ છે અને બાકીનું બધુ જ અધીર છે.જુસ્‍સો અધીર છે અને એકવાર તમે સમજશો કે ધીરજવાન બનવા માટે પ્રેમાળ બનવુ પડશે, અને પ્રેમાળ બનવા માટે પ્રાર્થનામય બનવું પડશે, પછી બધુ જ સમજાઇ જશે. વ્‍યકિતએ રાહ જોતા શીખવું જ પડશે.''

કેટલીક એવી ઘટનાઓ છે જે કરી ના શકાય તે જાતે જ થાય છે અમુક વસ્‍તુઓ કરી શકાય છે. પરંતુ આ વસ્‍તુઓ દુનીયાને લગતી છે. જે વસ્‍તુઓ થઇ નથી શકતી તે ભગવાન ઉપર આધારીત છે. બીજી દુનીયાને આધારીત છે અથવા તો તમારે જે નામ આપવું હોય તે આપી શકો પરંતુ જે કામ કરી નથી શકાતુ તેજ વાસ્‍તવીક કામ છે. તે તમારી સાથે થાય છે તમે ગ્રાહક તરીકે છો અને આજ શરણાગતીનો અર્થ છ.ે

ગ્રાહક બની રહો ધીરજ રાખો અને રાહ જુઓ ગહન પ્રેમથી રાહ જુઓ કૃતજ્ઞતા રાખો, કૃતજ્ઞતા એના માટે જે પહેલેથી થઇ ગયું છે અને ધીરજ એના માટે જે થવાનું છે. સામાન્‍ય રીતે મનુષ્‍યનું મન ઉલ્‍ટુ કરે છે જે થયું નથી તેના માટે હંમેશા ઉતાવળ કરો છો તે હમેશા ફરીયાદ કરે છે કૃતજ્ઞ નથી બનતુ ઇચ્‍છાઓ નીરર્થક છે જો તમારામાં ગ્રાહક બનવાની ક્ષમતા ના હોય.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:07 am IST)