Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

NIAના રડાર પર ઘણા પંજાબી ગાયક પ્રસંગીતકારો

ગેરકાયદે નાણાંની ઉચાપતના આરોપી, ગેંગસ્‍ટર લોરેન્‍સની ટૂંક સમયમાં પૂછપરછ કરવામાં આવશે

નવી દિલ્‍હી, તા.૨૪: નેશનલ ઇન્‍વેસ્‍ટિગેશન એજન્‍સી (NIA)ના રડાર પર ઘણા પંજાબી ગાયકો અને સંગીતકારો છે. તેના પર પંજાબ અને વિદેશમાં ગેંગસ્‍ટરો દ્વારા ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસાને સંગીત ઉદ્યોગમાં વાળવાનો આરોપ છે. NIAના સૂત્રોએ જણાવ્‍યું કે, ગેંગસ્‍ટર લોરેન્‍સ બિશ્નોઈની આ મામલે ટૂંક સમયમાં પૂછપરછ કરવામાં આવી શકે છે.

NIAના સૂત્રોએ જણાવ્‍યું કે ગેંગસ્‍ટર લોરેન્‍સ બિશ્નોઈને આજે પંજાબથી દિલ્‍હી લાવવામાં આવી રહ્યો છે. NIAની ટીમ ટૂંક સમયમાં આ મામલે ગેંગસ્‍ટરની પૂછપરછ કરશે. ગેંગસ્‍ટર લોરેન્‍સ બિશ્નોઈની નવી દિલ્‍હીમાં NIA હેડક્‍વાર્ટરમાં પૂછપરછ કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે NIAઅધિકારીઓ પૂછપરછ દરમિયાન કેટલાક ગેંગસ્‍ટરોના અન્‍ય કનેક્‍શન્‍સની પણ તપાસ કરશે. NIAએ થોડા દિવસો પહેલા ગેંગસ્‍ટર લોરેન્‍સ બિશ્નોઈ વિરુદ્ધ UAPA ગેરકાનૂની પ્રવળત્તિઓ (પ્રિવેન્‍શન) એક્‍ટ હેઠળ કેસ નોંધ્‍યો હતો.

(10:19 am IST)