Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

લગ્નમાં વરરાજા બદલાઈ જતા સર્જાયો વિવાદઃ ફિલ્‍મી સ્‍ટાઈલથી થયું ધીંગાણું:કન્‍યાપક્ષના સંબંધીનું મોત

એક ગામમાં લગ્ન અગાઉ વરરાજા બદલી નાંખવામાં આવતા ભારે વિવાદ સર્જાયો

પટના,તા. ૨૪: બિહારના ભાગલપુરમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ગામમાં લગ્ન અગાઉ વરરાજા બદલી નાંખવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો. આ ઘટનાને પગલે ફાયરિંગ પણ થયું અને તેને પગલે કન્‍યાપક્ષના એક સંબંધીનું મૃત્‍યુ થયું છે. આ ઘટના બાદ જાન લગ્ન કર્યાં વગર જ પરત ફરી હતી. પોલીસ હવે આ ઘટનાની તપાસ કરી રહી છે. સહોરા ગામમાં કૈલાશ યાદવ નામના વ્‍યક્‍તિની દીકરીના લગ્ન હતા. પણ વરરાજા બદલાઈ જતા વિવાદની શરૂઆત થઈ હતી. નિયત સમયે જાનનો પહોંચી પણ કન્‍યાકક્ષને વરરાજા બદલી નાંખવામાં આવ્‍યો હોવાનો આરોપ લગાવ્‍યો હતો. જે યુવક સાથે લગ્ન નક્કી થયા હતા તે વ્‍યક્‍તિ વરરાજા બની મંડપમાં આવેલ ન હતો. અને અન્‍ય કોઈ વ્‍યક્‍તિ મંડપમાં વરરાજા બનીને આવ્‍યો હતો.

આ ઘટનાને લઈ બે પક્ષ વચ્‍ચે ભારે વિવાદ થયો હતો અને વાત એટલી આગળ વધી ગઈ કે બન્ને વચ્‍ચે ભારે મારપીટ શરૂ થઈ ગઈ હતી. ત્‍યારબાદ બન્ને પત્રો તરફથી ફાયરિંગ થવા લાગ્‍યું હતું. આ ઘટનામાં એક યુવકનું મોત પણ થયું છે, જેની ઓળખ રાજુ યાદવ તરીકે કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્‍્‌થળે આવી પહોંચી હતી.

કન્‍યાપક્ષના સંબંધીઓએ જણાવ્‍યું તું કે મૃતક રાજુની પિત્રાઈ બહેન અંજલીના લગ્ન ખગડિયાના બંદેહરા ગામમાં નક્કી થયા હતા. અને જયારે જાન મંગળવારે આવી પહોંચી તો સૌ કોઈ હર્ષ સાથે આવકારવા પહોંચ્‍યા હતા. કન્‍યા પણ વરરાજાને જોઈ રહી હતી. પણ જે છોકરા સાથે લગ્ન નક્કી થયા હતા તે સિવાય અન્‍ય કોઈ છોકરો વરરાજા બનીને આવ્‍યો હોવાની કન્‍યાને જાણ થઈ ગઈ હતી અને તેણે પોતાના સંબંધીઓને આ અંગે જાણ કરી. તપાસ કરતાં વિવાદ વધવા લાગ્‍યો અને વરપક્ષ તરફથી નક્કર જવાબ આપી શકાયો ન હતો. બાદમાં વિવાદે હિંસક સ્‍વરૂપ ધારણ કરી લીધુ હતું.

(10:21 am IST)