Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ધવન સાથે ઓપનિંગમાં ગિલ, પંત કે હુડામાંથી કોણ આવશે? સ્પિડસ્ટર ઉમરાન મલિકને તક મલશે!

કાલે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન-ડેઃ સવારે ૭ વાગ્યાથી જીવંત પ્રસારણ : સિનિયરોની ગેરહાજરીમાં યુવા ખેલાડીઓને બેસ્ટ પર્ફોમન્સ આપવાનો ચાન્સ

નવી દિલ્હીઃ ન્યૂ ઝીલેન્ડ સામેની ત્રણ ટી-૨૦ સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમ હવે વન-ડે સિરીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હવે ટીમ ઇન્ડિયાની નજર વનડે શ્રેણી પોતાના નામે કરવા પર રહેશે. આવતીકાલથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વનડે સીરીઝનો પ્રારંભ થશે. શિખર ધવન વનડેમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

ભારત માટે વનડે શ્રેણીમાં ટીમની કમાન શિખર ધવનના હાથમાં રહેશે. વાસ્તવમાં ટી૨૦ સીરીઝના કેપ્ટન હાર્દિક પંડયાને વનડે સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ટી૨૦ ટીમ સિવાય વનડેમાં પણ ચાર વધુ ફેરફાર કરવામાં આવ્યા છે. ભારતીય ટીમની ટી૨૦ ટીમમાં ભુવનેશ્વર કુમાર ઇશાન કિશન, હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજની જગ્યાએ શાર્દુલ ઠાકુર, કુલદીપ સેનશાહબાઝ અહેમદ અને દીપક ચહરનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ભારતની યુવા ટીમ ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવશે કે નહી.

ટીમ ઇન્ડિયાએ નેટ્સ પર ખૂબ પરસેવો વહાવ્યો હતો. આ દરમ્યાન કોચ લક્ષ્મણ પણ ટીમ પર નજર રાખતા અને ટિપ્સ આપતા. જોવા મળ્યા હતા.

પ્લેઇંગ ઇલેવનમાં ફાસ્ટ બોલર ઉમરાન મલિકને વન-ડે શ્રેણીમાં તક મળી શકે છે... પ્રથમ મેચ ૨૫ નવેમ્બરે રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સવારે ૭ વાગ્યે શરૃ થશે. આ શ્રેણીમાં ભારતના નિયમિત કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાનો પહેલો ઓપનર  શિખર ધવન, પણ બીજો ઓપનર કોણ હશે? શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડે માં કેપ્ટન શિખર ધવન સાથે ઓપનિંગ કરી શકે છે.

શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (વાઇસ-કેપ્ટન), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપસિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.

(12:11 pm IST)