Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

મારો આવો ઇરાદો ક્‍યારેય હોઇ શકે નહીં છતાં વિવાદ થયો હોય અથવા કોઇને દુઃખ પહોંચાડયુ હોય તો હું માફી માંગુ છું: અભિનેત્રી રિચા ચઢ્ઢાએ ભારતીય જવાનોની માફી માંગી

ભારતીય સેના ઉપર કરેલા નિવેદનના કારણે વિવાદમાં ફસાઇ હતી

મુંબઇઃ ભારતીય સેના વિશે કરેલા નિવેદનના કારણે વિવાદમાં ફસાયેલી અભિનેત્રી રિચા ચઢ્ઢાએ માફી માંગી છે.

રિયા ચઢ્ઢા પોતાના એક ટ્વિટને લઇને વિવાદમાં ફસાઇ રહી હતી. જોકે, આ અંગે તેમને માંફી પણ માંગી લીધી છે. તેથી આ વિવાદ પર પૂર્ણ વિરમા લાગી જઇ શકે છે.

રિયા ચઢ્ઢાએ સેનાના એક અધિકારીના ટ્વિટ અંગે જવાબ આપ્યો હતો. તે પછી કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી હતી. જોકે, હવે તેમને ટ્વિટ કરીને માંફી માંગતા કહ્યું છે કે, “મારો આવો ઈરાદો ક્યારેય હોઈ શકે નહીં તે છતાં પણ વિવાદ ઉભો કરવામાં આવેલા ત્રણ શબ્દોએ જો કોઈને દુ:ખ પહોંચાડ્યું હોય તો હું માંફી માંગું છું અને તે પણ કહીશ કે મારા શબ્દોથી અજાણતા પણ ફૌજી ભાઈઓને અંદર દુ:ખની ભાવના પેદા થઇ હોય તો મને ખુબ જ દુ:ખ થશે.”

“જે લશ્કરમાં મારા પોતાના દાદાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. લેફ્ટનન્ટ કર્નલ હતા ત્યારે 1960ના ભારત-ચીન યુદ્ધમાં તેમના પગમાં ગોળી વાગી હતી. મારા મામા પેરાટ્રૂપર હતા. તે મારા લોહીમાં છે.

રિચાએ કહ્યું, “જ્યારે અમારા જેવા લોકોથી બનેલા આ દેશની રક્ષા કરતી વખતે એક દીકરો શહીદ થાય છે અથવા ઘાયલ પણ થાય છે, ત્યારે તે આખા પરિવારને અસર કરે છે અને હું અંગત રીતે જાણું છું કે તે કેવું અનુભવે છે. તે મારા માટે ઘણું અર્થપૂર્ણ છે.” આ એક ભાવનાત્મક મુદ્દો છે.

આ પહેલા અભિનેત્રી રિચા ચઢ્ઢા ભારતીય સેના પર પોતાના એક નિવેદનને લઈને વિવાદોમાં ફસાઈ ગઈ હતી.

તેમણે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને લઈને ભારતીય સૈન્ય અધિકારી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ટિપ્પણી કરી હતી, જેનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના કમાન્ડિંગ-ઇન-ચીફ, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વેદીએ કહ્યું હતું કે જ્યારે પણ ભારત સરકાર આદેશ આપશે ત્યારે સેના “PoK” પર કાર્યવાહી કરવા માટે તૈયાર છે.

આર્મી ઓફિસરના નિવેદનને અન્ય ટ્વિટર યુઝર ‘બાબા બનારસ’ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું, જેના જવાબમાં રિચા ચઢ્ઢાએ કહ્યું હતું કે, “ગલવાન સેઝ હાય (ગલવાનને યાદ રાખો)”.

આ પછી તેમના પર ગાલવાન ઘાટીની ઘટનાને યાદ કરીને સેનાની ક્ષમતા પર સવાલ ઉઠાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

(6:00 pm IST)